ગુજરાત
News of Saturday, 13th January 2018

છોટા ઉદેપુર જિલ્લાના કવાટ પાસેથી મોરબીના ૪ શખ્સોની ૬ રીવોલ્વર અને ૪૨ જીવતા કારતૂસ સાથે ધરપકડ

છોટા ઉદેપુર, તા. ૧૨ :. મોરબીના ૪ શખ્સો છોટા ઉદેપુર જિલ્લાના કવાટ પાસેથી ૬ પિસ્તોલ અને ૪૨ જીવતા કારતૂસ સાથે ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ શખ્સોની પૂછપરછ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના કવાટ ખાતે વડોદરા રેન્જ આર.આર. સેલની ટીમે કાર સાથે પસાર થઈ રહેલા શખ્સોની પૂછપરછ શરૂ કરતા તેઓની શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી જેથી આ શખ્સોની અંગઝડતી લેવામાં આવતા તેમની પાસેથી ૬ રીવોલ્વર અને ૪૨ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

પોલીસે અમરસિંહ સોમાભાઈ સારલા, વિક્રમભાઈ ઉર્ફે લાલુ મુળજીભાઈ સીસદીયા, ધર્મેશ ઉર્ફે ધર્મો નરશીભાઈ સાબલા, મુકેશ દેવકરભાઈ થોપનીયા રહે. રણછોડગઢ, તા. હળવદ, જિલ્લા મોરબી હોવાનું જાણવા મળ્યુ છે. આ શખ્સોએ મધ્યપ્રદેશના બે અજાણ્યા સરદારજી પાસેથી આ હથીયારો લીધા હોવાનું જણાવ્યુ હતું.

પોલીસે કાર, ચાર મોબાઈલ, જુદા જુદા ઓળખકાર્ડ, બેન્કના ક્રેડીટકાર્ડ સહિત રૂ. ૧૩.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.(૨-૨૬)

(4:39 pm IST)