ભરૂચ : હાઇવે પર માંચ ગામના પાટિયા પાસે કાર નાળામાં ખાબકી : ચારેય લોકોનો આબાદ બચાવ
ભરૂચ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર વહેલી સવારે માંચ ગામના પાટીયા પાસે એક કાર રોડ સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.જોકે સદનશીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
આ અંગેની વિગત મુજબ ભરૂચ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર ચાર લોકો કાર નંબર જીજે- 05, જેઆર-6313 નંબરની કાર લઈને પસાર થતા હતા ત્યારે માંચ ગામના પાટીયા પાસેથી પસાર થતાં પ્રવેશ દ્વારા પાસે કાર ચાલકનો સ્ટીયરિંગ ઉપરનો કાબુ ન રહેતાં કાર રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી.અને કાર નજીકમાં આવેલા નાળામાં ખાબકી હતી. જેના પગલે લોકો સ્થળ ઉપર એકઠા થયા હતા. અને કારમાં સવાર ચાર લોકોને બહાર કાઢ્યા હતા.
જ્યારે 108 ને અકસ્માતની જાણ કરાતાં ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. જોકે સદનશીબે કારમાં સવાર ચારેય લોકોનો આબાદ બચાવ થયો હતો