ગુજરાત
News of Friday, 12th November 2021

રાજ્યમાં કોરોના કેસ વધતા ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ કરવા સૂચના : જાહેર સ્થળો પર તત્કાલ સ્ક્રીનીંગની વ્યવસ્થા ઉભી કરવા નિર્દેશ

રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓના ટેસ્ટિંગ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ મુસાફરોનું ટેસ્ટિંગ કરવા આદેશ : RT-PCR ટેસ્ટિંગ, ધન્વન્તરિ રથ, મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા લોકોના કોરોના ટેસ્ટ કરવાનું આયોજન ફરી શરૂ કરાયું

અમદાવાદ : ગુજરાતમાં એક દિવસ એવો પણ હતો કે જ્યારે સિંગલ ડિજિટમાં કોરોનાના કેસ આવતા હતા. પણ હવે એકાએક કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 40 થી 50 સુધી પહોંચી છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં બંધ ટેસ્ટિંગ ડોમ શરૂ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

કોરોના ટેસ્ટિંગ ફરજિયાત આરોગ્ય વિભાગ સાથે મુખ્ય સચિવે કરેલી બેઠક બાદ મનપા કમિશનર અને જિલ્લા ક્લેક્ટરને ટેસ્ટિંગ વધારવા સૂચન કરવામાં આવ્યું છે જેના માટે રાજ્યમાં બંધ ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેર સ્થળો પર તત્કાલ સ્ક્રીનીંગની વ્યવસ્થા ઉભી કરવાના નિર્દેશ પણ આપી દેવાયા છે તો રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓના ટેસ્ટિંગ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ મુસાફરોનું ટેસ્ટિંગ કરવા સાવચેતીના ભાગ રૂપે આદેશ પારિત કરી દેવામાં આવ્યા છે. RT-PCR ટેસ્ટિંગ, ધન્વન્તરિ રથ, મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા પણ લોકોના કોરોના ટેસ્ટ કરવાનું આયોજન ફરી શરૂ કરાયું છે.

કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. આરોગ્ય વિભાગના એક્શન પ્લાન મુજબ બહારથી આવેલા લોકોનું ફરજિયાત ટેસ્ટિંગ કરાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે વેક્સિનના બન્ને ડોઝ લેવા જરૂરી છે જે માટે આજથી માસ વેક્સિનેશન પર સરકારે ભાર મૂક્યો છે. આ માટે આરોગ્ય વિભાગે મહાનગરોમાં સૂચના આપી તેવી વાત પણ કહી હતી.

અમદાવાદના મોટેરાના સંપાદ રેસિડેન્સીના 20 ઘરોને કન્ટેઇનમેન્ટ ઝોન ફરી કોરોનાકાળના એ દિવસો લોકોની આંખ સામે છતાં થવા લાગ્યા છે. હાલ શહેરમા 2 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ રાખી દેવામાં આવ્યા છે. જેના પરથી સ્પષ્ટ કહી શકાય છે કે આવનારા દિવસોમાં સંભવિત ત્રીજી લહેર દેખાડો દઈ રહી છે. અમદાવાદના ઇસનપુર વિસ્તારના શહેરના ઇસનપુરના દેવ ફ્લેટને માઈક્રો કન્ટેઇન્ટમેન્ટ જાહેર કરાયો છે.ફ્લેટના 20 મકાનોના 85 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રોખવામા આવ્યાં છે. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રિનિંગ કરવામાં આવશે. શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટિંગ પણ કરાશે.

(11:11 pm IST)