ગુજરાત
News of Tuesday, 12th November 2019

સુરતમાં મુસાફરના સ્વાંગમાં ચોરી કરતી 'રિક્ષા ગેંગ' ઝડપાઇ : કિંમતી સામાન અને મોબાઇલ ચોર ગેંગના ત્રણ શખ્શોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

સાગરીતને આગળ બેસાડી બાદમાં પોલીસની ચેકીંગ છે તેમ કહી આગળ બેસેલ ગેંગના સભ્યને પાછળ મુસાફરો સાથે બેસાડી ચોરી કરતા

સુરત : સુરતમાં રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઇ છે રિક્ષામાં મુસાફરોને છેતરીને કિંમતી સામાન અને  મોબાઈલની ચોરી કરતી ગેંગના ત્રણ શખ્શોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે એક રિક્ષા સહિત કેટલો મુદામલ પણ કબ્જે કર્યો છે.
  સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ પોલીસે બાતમીના આધારે તપાસ કરી પોલીસે તેમની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમણે ખટોદરા અને પુના વિસ્તાર માં આજ પ્રકારે હોવાની કબૂલાત કરી હતી જોકેઆરોપી છેલ્લા લાંબા સમય થી આઠ જેટલા ગુનામાં નાસતા ફરતા હતા.આરોપીઓ આવી ઘટનાને પહેલાં અંજામ આપી ચૂકયા છે તેને લઈને પોલીસ આરોપીની વૉચમાં હતા અને પોલીસને્ બાતમી મળી હતી જેને આધારે આરોપી ને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ ઘટનાની મોડ્સ ઑપરેન્ડી એવી હતી કે આરોપી પહેલાં તો પોતાનો શિકાર શોધે અને તેને મુસાફર તરીકે રીક્ષામાં બેસાડી ને આગળ જઈને આગળ પોલીસ નું ચેકિંગ છે તેમાં જણાવી પોતાની સાથે આગળ બેસેલ પોતાની ગેંગ ના સભ્યને પાછળ મુસાફર સાથે બેસાડીને તેની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી અથવા પર્સમાં રહેલ રોકડા રૂપિયા અથવા મોબાલ ફોન અને ચોરી કરતા હતા.

પોલીસ આ ઇસમોની પૂછપરછ કરી ત્યારે આવા ગુના અનેક વખત કર્યા હોવાની કબૂલાત સાથે આઠ જેટલા ગુનામાં તે નાસ્તાં ફરતા હોવાની વિગત પણ સામે આવી હતી જોકે પોલીસે આ ઈસમોની વધુ પૂછપરછ માં હજુ પણ અનેક ગુણ ઉકલે તેવી આશકા વ્યક્ત કરી છે. જોકે, પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ભૂતકાળ માં અનેક ગુનામાં પોલીસ ની પકડ માં આવી ચૂકયા છે. આ મામલે પોલીસે હફીઝ ઉફે બંટી સ્ટાર શેખ, ઈરફાન ઉફે ઈપ્પો અબ્બાસ શેખ જાવીદ ઉફે મિથુન રસીદ શેખની ધરપકડ કરી છે

(9:20 pm IST)