ગુજરાત
News of Tuesday, 12th November 2019

ભરૂચના નર્મદા તટે શુકલતિર્થ ખાતે પૌરાણિક મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો

ભરૂચ : કારતક સુદ પૂનમે ભગવાન વિષ્ણુનો જન્મદિન સાથે શુકલતીર્થમાં તેમનું સ્વયં પ્રાગટ્ય હોઇ તેમના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટે છે. દેવ ઉઠી અગીયારસ થી સતત છ દિવસ એટલેકે પૂનમ સુધી શુકતીર્થ ગામે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે .આ મેળામાંથી મળતી આવક માંથી ગ્રામ પંચાયત વર્ષ દરમિયાન ગામની લાઇટ અને પાણીના ખર્ચ તેમજ ગામના વિકાસમાં વાપરે છે.તંત્ર દ્વારા પણ આ મેળા દરમિયાન સારી સહુલતો યાત્રીઓને સાંપડે તે માટે ચુસ્ત બંદોબસ્ત તેમજ બસોની પણ પણ વ્યવસ્થા ગોઠવાઇ હતી.

ભરૂચમાં નર્મદા તટે વસેલ શુકલતીર્થમાં જેના નામ પરથી શુકલતીર્થ નામ પડયું તે શુકલેશ્વર મહાદેવનું તથા સફેદ રેતીમાંથી બનેલ ભગવાન વિષ્ણુંના દર્શનનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણવાયેલું છે.અહિં ભરાતા પૌરાણિક મેળામાં ભારતભરના ખુણે ખુણેથી લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે અને નર્મદામાં સ્નાન કરી ભગવાન વિષ્ણુના દર્શન કરી પાવન થાય છે.
શુકલતીર્થના સર્શનથી બ્રહ્મહત્યાનું પાપ પણ નિર્મુળ થાય છે.બધાજ તીર્થોનો પ્રભાવ શુકલતીર્થમાં છે.જેની સાથે એક દંત કથા પણ વણાયેલી છે.દંતકથા મુજબ પ્રાચિનકાળમાં ઇશ્વાકુવંશમાં ચાણકય નામનો રાજા થઈ ગયો.તેણે એવો નિશ્ચયનિશ્ચય કર્યો હતો કે જો હું કોઇથી છેતરાઇશ નહિં નહીં તો તેજ પળે પ્રાણ ત્યાગ કરીશ.તેની આ પ્રતિજ્ઞા જાણી અનેક દેવોએ રાજાને છેતરવાનો પ્રયાસ કર્યો,પરંતુ તેઓ સફળ ના રહ્યા.છેવટે બ્રહ્માના શાપથી કાગડાની યોનીને પ્રાપ્ત થયેલા સુંદ-ઉપસુંદ નામના દૈત્યોએ રાજાને છેતર્યો જેથી પ્રાણ ત્યાગ કરવાના હેતુથી છેતરપીંડી કરી યમરાજા પાસે આ પ્રભાવશાળી તીર્થનો મહિમા આ કાગડા રૂપ ધારી અસુરો મારફતએ રાજાએ મેળવી લીધો.યમરાજાએ બતાવ્યું કે કાળા રંગના કપડા,કાળા સઢ,કાળી ગાય,જયાં શ્વેત થાય ત્યાં મરવાથી મુકતી પ્રાપ્ત થશે.જેથી રાજા નર્મદાની પ્રરીક્રમા કરવા લાગ્યા તે અમરકંટકથી નાવડીમાં ફરતા-ફરતા તેઓ આ તીર્થમાં આવ્યા જયાં તેમના વસ્ત્રો,ગાય,સઢ સ્વેત થયાં અને અહીં ચાણ્કય રાજાએ પોતાનો દેહત્યાગ કર્યો ત્યારથી જ આ તીર્થનું નામ શ્વેત પરથી શુકલતીર્થ પડ્યું છે.

(7:53 pm IST)