ગુજરાત
News of Tuesday, 12th November 2019

બનાસકાંઠા ખનીજ વિભાગે રેતી ચોરીના બે ડમ્પર ઝડપી પાડ્‌યા

વહેલી પરોઢે હાથ ધરેલી ઓચિંતી તપાસને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ

બનાસકાંઠા ખનીજ વિભાગ દ્વારા વહેલી સવારે ખાનગી ગાડી માં ચેકીંગ હાથ ધરતા રોયલ્ટી પાસ વગરના બે ડમ્પર ઝડપી પડ્‌યા હતા.ખનીજ વિભાગએ લાખો નો મુદ્દામાલ કબ્જે કરી વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

   બનાસકાંઠા ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અટકાવવા ખાનગી વાહનો સહિત રજાના દિવસે પણ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.ત્યારે ગતરોજ બનાસકાંઠા ખનીજ અધિકારી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ દેવદિવાળીની રજાના દિવસે ચેકીંગ હાથ ધરવાનું આદેશ કરતા.વહેલી પરોઢે ખાનગી ગાડીઓ દ્વારા ચેકીંગ હાથ ધરતા કંબોઈ પાસેથી ગાડી નં. GJ 24V 6166 જેમાં 27.335 મે.ટન. અને ગાડી નં GJ 08AU 7576 માં 27 મે. ટન બન્ને ગાડી ચાલકો પાસેથી રોયલ્ટી મળી આવેલ નહિ જેથી ખનીજ માઇન સુપરવાઈઝર મેહુલ દવે તેમજ તેમની ટીમે બન્ને ગાડીઓને શિહોરી પોલીસ મથકે લાવી લાખનો મુદ્દામાલ કબ્જે કરી દંડની કાર્યવાહી હાથ ધરેલ. જિલ્લા ખનીજ વિભાગની વહેલી પરોઢે હાથ ધરેલી ઓચિંતી તપાસને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

(7:50 pm IST)