ગુજરાત
News of Tuesday, 12th November 2019

સુરતને દેવદિવાળીની ભેટ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી :કુલ 855 હેકટર જમીન રિઝર્વેશનથી મુક્ત કરાઈ

1660 હેકટર જમીનના 201 જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી 30વર્ષથી ચાલતા પ્રશ્નનું નિવારણ

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સુરત મહાનગરના નાગરિકોને દેવદિવાળીની ભેટ આપતા  મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય કર્યો છે

  સુરત શહેરના ડેવલપમેન્ટ પ્લાન માં રખાયેલી 1660 હેકટર જમીનના 201જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી 30વર્ષ થી ચાલતા આવેલા પ્રશ્નનું જનહિત માં નિવારણ  મુખ્યમંત્રીએ લાવી દીધું છે

  સુરત શહેરના વિકાસ ની જરૂરિયાતો ધ્યાને રાખી 50 ટકા કપાતના ધોરણે ટી.પી સ્કીમ બનાવી આ જમીનો રિઝર્વેશન માંથી મુક્ત કરવાનો તેમણે નિર્ણય કર્યો છે

   જાહેર સુવિધાઓ માટે રાખવામાં આવેલી સુડા ની આશરે 50 હેકટર અને મહાનગરપાલિકાની અંદાજે 390 હેકટર મળી 440 હેકટર જમીન રિઝર્વેશનથી મુક્ત થશે

  તેમણે અન્ય હેતુઓ અને એજન્સીઓ માટે અનામત રખાયેલી 415 હેકટર જેટલી જમીન પણ  રિઝર્વેશન માંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે

 આવી રિઝર્વેશન મુક્ત થતી જમીનો માં સત્તા મંડળો દ્વારા 50 ટકાના ધોરણે ટી.પી સ્કીમ બનાવવામાં આવશે*

 સુરત મહાનગર માં કુલ મળીને 855 હેકટર જમીન રિઝર્વેશન થી મુક્ત થવાથી  બાંધકામ માટે ઉપલબ્ધ થશે અને નાગરિકોને સસ્તાદરે આવાસ મળશે તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળશે

  વિજય ભાઈ રૂપાણી એ સુરત મહાનગર ના મેયર તેમજ પદાધિકારીઓ અને સુરત મહાપાલિકા કમિશનર બંછાનિધી પાની સુડા ના અધિકારીઓ  તેમજ મુખ્ય મંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ સાથે ગાંધીનગર માં યોજેલી મહત્વપૂર્ણ બેઠક માં તેમણે આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે

(6:47 pm IST)