ગુજરાત
News of Tuesday, 12th November 2019

ખેડા જિલ્લામાં જુદા-જુદા બે ગોઝારા અકસ્માત: ચાર વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત: પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ

ખેડા: જિલ્લાના નડિયાદ તેમજ અરેરા ગામની સીમમાં સર્જાયેલા જુદા-જુદા બે માર્ગ અકસ્માતોમાં કુલ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની ફરિયાદ જે તે વિસ્તારના પોલીસ મથકે નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ માતરમાં રબારીવાસ વિસ્તારમાં આવેલ ખાંટ ફળીયામાં રહેતાં પ્રતાપભાઈ રાયસીંગભાઈ સોરઠીયા અને તેમના મિત્ર મુકેશભાઈ રમેશભાઈ પટેલ ગત શુક્રવારના રોજ બાઈક નં. જીજે-૦૭, સીઆર-૨૧૭૨ લઈ નડિયાદમાં મિલ રોડ પર આવેલ મદ્રાસીના ક્લિનિક સામે રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. દરમિયાન પુરપાટ ઝડપે આવતાં એક બાઈક નં. જીજે-૦૭, સીક્યુ-૭૩૨૩ના ચાલકે પ્રતાપભાઈના બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલાં પ્રતાપભાઈ સોરઠીયા ફંગોળાઈ રોડ પર પટકાતાં તેઓને ઈજા પહોંચી હતી.

(5:59 pm IST)