ગુજરાત
News of Tuesday, 12th November 2019

બોરસદના નાપાવાંટામાં મધ્યરાત્રીના સુમારે પોલીસે ધમધમતા જુગારધામ પર દરોડા પાડ્યા: 11 શખ્સોની 53હજારની મતા સાથે અટકાયત

બોરસદ :તાલુકાના નાપાવાંટા ગામે આવેલા ખેતરમાં મધ્યરાત્રીના સુમારે બોરસદ રૂરલ પોલીસે છાપો મારીને જુગાર રમતાં ૧૧ શખ્સોને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૫૩૮૨૦ અને છ મોબાઈલ ફોન જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ગઈકાલે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી બોરસદ રૂરલ પોલીસને હકીકત મળી હતી કે, નાપા વાંટા ગામે રહેતો રસીદખાન પ્યારાસાહેબ રાણા સીમમાં આવેલી પંડ્યા તલાવડી પાસેના ખેતરમા બહારથઈ માણસો બોલાવીને પત્તા પાનાનો જુગાર રમાડે છે. જેના આધારે પોલીસે છાપો મારીને કુંડાળુ વળી જુગાર રમતા ૧૧ શખ્સોને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ પરથી તેમજ અંગજડતીમાંથી રોકડા ૫૩૮૨૦ તેમજ છ મોબાઈલ સાથે કુલ ૫૬૮૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(5:58 pm IST)