ગુજરાત
News of Tuesday, 12th November 2019

ગાંધીનગરમાં લારી-ગલ્લાના દબાણ હટાવવા કોર્પોરેશન દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી: પોલીસની લાલ આંખ

ગાંધીનગર: શહેરમાં લારીગલ્લાના દબાણો હવે કાયમી થઈ ગયા હોય તેમ લાગી રહયા છે. કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા વારંવાર ઝુંબેશ ચલાવીને લારીગલ્લા જપ્ત લેવામાં આવે છે તેમ છતાં ફરી દબાણો ઉભા થઈ જાય છે. આવી સ્થિતિમાં હવે પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ લારીગલ્લા દુર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ક-૭થી ખ-૭ સુધીના માર્ગ ઉપર આઠ લારીઓના દબાણ હટાવી ગુનો પણ નોંધવામાં આવ્યો છે.                                                                                                                                        

ગાંધીનગર શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટે સરકાર કરોડોનો ખર્ચો કરી રહી છે. એટલું જ નહીં નગરના બ્યુટિફીકેશન માટે પણ વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કોર્પોરેશન સહિત અન્ય વિભાગો માટે પણ નગરના મુખ્ય માર્ગોની બન્ને બાજુ ખડકાઈ ગયેલા દબાણો દુર કરવા પડકારજનક બાબત છે. 

(5:57 pm IST)