ગુજરાત
News of Tuesday, 12th November 2019

વડોદરા: મકરપુરા-જશોદા કોલોનીમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:પાંચ જુગારીઓની રંગે હાથે ધરપકડ

વડોદરા: શહેરના મકરપુરા ગામ જશોદા કોલોનીમાં ચાલતા જુગારધામ પર પોલીસે રેઇડ કરીને જુગારધામના સંચાલક સહિત ૬ આરોપીને ઝડપી પાડયા છે. જ્યારે લાલબાગ એસઆરપી ગ્રાઉન્ડની પાછળ ખુલ્લા મેદાનમાં જુગાર રમતા પાંચ જુગારીઓની પોલીસે ધરપકડ કરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, મકરપુરા ગામ જશોદા કોલોનીમાં રહેતો દિનેશ કાંતિભાઇ વસાવા પોતાના ઘરમાં જુગાર  રમાડતો હોવાની માહિતીના આધારે મકરપુરા પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ પાડીને દિનેશ વસાવા સહિત છ આરોપીને ઝડપી પાડી રૃપિયા ૨૫,૭૩૦ની મત્તા જપ્ત કરી છે. પકડાયેલા જુગારીઓમાં (૧) દિનેશ વસાવા (૨) મહેશ મણીલાલ ઠાકોર (રહે. જશોદા કોલોની) (૩) જયંતિ સોમાભાઇ પટેલ (રહે. જયયોગેશ્વર સોસાયટી સમા) (૪) ઇશ્વર નટવરભાઇ વણકર (રહે. વણકરવાસ મકરપુરા ગામ) (૫) દેવેન્દ્રસિંહ કનકસિંહ વરણામીયા (રહે. બજરંગનગર દંતેશ્વર) અને (૬) સુનિલ ચીમનભાઇ પાટણવાડિયા (રહે. જશોદા કોલોની)નો સમાવેશ થાય છે. 

(5:52 pm IST)