ગુજરાત
News of Tuesday, 12th November 2019

વડોદરા: એક મહિના અગાઉ સમા પોલીસે ક્રૂરતાપૂર્વક ટ્રકમાં લઇ જવાતા 285 બકરાઓને લઇ જતા શખ્સોને અટકાવી પાંજરાપોળમાં રાખવાનો આદેશ ફટકાર્યો

વડોદરા:એક મહિના પૂર્વે સમા પોલીસે ક્રુરતાપૂર્વક લઇ જવાતા ૨૮૫  બકરાઓ સાથેની ટ્રક જપ્ત કરી બકરાઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. આ બકરાઓ પરત મેળવવા પશુમાલિકે કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે. 

આ અંગેની વિગત એવી છે કે સમા પોલીસે ગત  મહિને ટ્રકમાં ખીચોખીચ ભરીને લઇ જવાતા ૨૮૫ બકરાઓને બચાવી લઇ ટ્રકચાલક વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ બકરાની કસ્ટડી પરત મેળવવા માટે માલિક જીતેન્દ્ર રમતારરામભાઇ પરીદવાલ (રહે. રાજસ્થાન)એ કોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે, બકરા રાજસ્થાનથી ખરીદીને મુંબઇના ખુલ્લા બજારમાં તેનું વેચાણ કરીએ છે. બકરાને અમે કતલખાને મોકલતા નથી. પાંજરાપોળ તરફે પણ કોર્ટમાં રજૂઆત થઇ હતી. 

(5:52 pm IST)