ગુજરાત
News of Tuesday, 12th November 2019

વડોદરામાં બાજપાઈ લોન યોજના હેઠળ ઓછા વ્યાજે લોન આપવાનું કહી લોકો પાસેથી સવા ત્રણ લાખ પડાવી લેનાર આરોપીને અદાલતે પાંચ વર્ષની સજાની સુનવણી કરી

વડોદરા: શહેરમાં બાજપાઇ લોન યોજના હેઠળ ઓછા વ્યાજે લોન અપાવવાનું જણાવી ગરીબ વર્ગના લોકો પાસેથી સવા ત્રણ લાખ રૃપિયા પડાવી લેનાર આરોપીને કોર્ટે પાંચ વર્ષની સખત કેદ કરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, રણોલી ગામમાં રહેતા ગરીબ વર્ગના લોકોને ઓછા વ્યાજની લોન બાજપાઇ યોજના હેઠળ અપાવવાનું જણાવીને ફરિયાદી મધુબેન ખોડાભાઇ ગોહિલ સહિત ૮ વ્યક્તિઓ પાસેથી ૩.૨૬ લાખ રૃપિયા પડાવી લીધા હતા. જે અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં અશોક રામગોપાલ ત્રિપાઠી (રહે. મંગલદીપ ગુજરાત હાઉસીંગ બોર્ડ ગોરવા) સહિત પાંચ આરોપી સામે છેતરપિંડી - વિશ્વાસઘાતની ફરિયાદ નોધાઇ હતી. 

(5:51 pm IST)