ગુજરાત
News of Tuesday, 12th November 2019

સુરતના અમરોલીમાં ઘર કંકાશથી કંટાળી રત્નકલાકાર પતિએ પિયરમાં રહેતી પત્ની પર એસિડ એટેક કર્યો: ગંભીર રીતે ઈજાગ્રસ્ત પરિણીતાને સારવાર અર્થે ખસેડવામાં આવી

સુરત: શહેરમાં ઘરેલું કંકાશથી કંટાળેલા રત્નકલાકાર પતિએ છેલ્લા છ મહિનાથી પિયરમાં રહેતી પત્ની પર એસિડ એટેક કર્યાની ગંભીર ઘટના અમરોલી-સાયણ રોડ સ્થિત બીઆરટીએસ બસ ડેપો પાસે બનવા પામતા ચકચાર મચી ગઇ છે. 

એસિડ એટેકમાં ગંભીર રીતે મોંઢાના ભાગે દાઝી જનાર પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘરમાં સાડીના દોરા કટીંગ કરવાનું કામ કરતી ભુમી અને રત્નકલાકાર પતિ જીગ્નેશ વચ્ચે છેલ્લા ઘણા સમયથી નાની-નાની બાબતોએ ઝઘડા થતા હતા. પતિ-પત્ની વચ્ચેના રોજબરોજના ઝઘડાથી પરિજનો અને પડોશીઓ પણ કંટાળી ગયા હતા. 

(5:48 pm IST)