ગુજરાત
News of Tuesday, 12th November 2019

શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશના દ્વિતીય વારસદાર શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાનો ૧૬૯ મો ઉત્તરદાયિત્વ દિન .....

સંવત ૧૯૦૭માં કારતક સુદ પૂનમ -  દેવ દિવાળી, તારીખ ૯-૧૧-૧૮૫૧ રવિવારના શુભ દિવસે એટલે કે આજના જ દિને વડતાલ મંદિરમાં વિશાળ સભાનું આયોજન થયું. તે સભામાં આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પાટ ઉપર બેઠા હતા. શ્રીજી મહારાજના સાર્વભૌમવારસદાર યોગેન્દ્રવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા પાટની બાજુમાં બિછાવેલા સુંદર ગાદી તકિયે બિરાજ્યા હતા. તેઓશ્રીની ચોતરફ સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી, સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, શ્રી શુકાનંદ સ્વામી, શ્રી પ્રેમાનંદ સ્વામી, શ્રી મહાનુભાવાનંદ સ્વામી, શ્રી ગોવિંદાનંદ સ્વામી (મોટા), શ્રી વાસુદેવાનંદ સ્વામી આદિ અગ્રગણ્ય સદ્ગુરુઓ બેઠા હતા. વળી શ્રીજી સમકાલીન અને શ્રીજી સંકલ્પ મૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપાનો મોટો શિષ્યગણ બેઠો હતો. તેમાં શ્રી સર્વનિવાસાનંદસ્વામી, શ્રી પુરુષાનંદ સ્વામી, શ્રી સંપૂર્ણાનંદ સ્વામી, શ્રી નિરાલંખાનંદ સ્વામી (ભંડારી),  શ્રી હરિ હર્યાનંદ સ્વામી ( પુરાણી ),  શ્રી ઉપેન્દ્રાનંદ સ્વામી, શ્રી વિજયાત્માનંદ સ્વામી (ભજની), બ્રહ્મચારી શ્રી સિધ્ધાનંદ સ્વામી (નાના),  શ્રી શાતાનંદ સ્વામી, શ્રી શ્વેતવૈકુંઠદાસ સ્વામી, શ્રી હરિપ્રસાદ સ્વામી, નારાયણ સ્વામી, શ્રી વિશુદ્ધાત્માનંદ સ્વામી, શ્રી જગન્નાથાનંદ સ્વામી, શ્રી નાના પ્રજ્ઞાનંદ  સ્વામી, શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી, શ્રી કૃષ્ણ દાસજી સ્વામી આદિ મુખ્ય હ આનંદના ઓઘ વરસાવી રહી હતી. પોતાની પાસે જે બેઠેલા અનમોલ શિષ્યરત્ન સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી દાસજી સ્વામી પ્રત્યે વારેવારે અમીદ્રષ્ટિ કરતા હતા. સભાના વાતાવરણમાં અનેરી શાંતિ પ્રસરી રહી હતી. સમગ્ર સભાજનોના અંત:કરણમાં આનંદની અનુભૂતિ થઈ રહી હતી. યોગીરાજના પરમ અનુરાગી આચાર્ય મહારાજશ્રીના અને શ્રી સર્વે સદ્ગુરુના મુખ ઉપર દિવ્ય આનંદની લહેરો પ્રદર્શિત થઇ રહી હતી. તે સમયે પણ યોગેશ્વર સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાએ સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીનો હાથ પોતાના હસ્તમાં લીધો અને સભાને સાંભળતા કહ્યું: સ્વામી!! શ્રીજી મહારાજે અમને સોંપી સત્સંગની દ્વારા આજથી તમને સોંપીએ છીએ માટે હવે તમે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના, મહિમા અને આજ્ઞા પ્રવર્તાવી સત્સંગને સાચવજો. તમે અમારા જેવા સમર્થ છો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા મુક્ત છો. માટે આજથી  અમારા સ્થાને છો. આત્યંતિક કલ્યાણની ચાવી જે  શ્રી સ્વામિનારાયણ ભગવાને અમને આપી છે તે તમને આપું છું. એમ કહી પોતાના ઘણાં પુષ્પનો હાર હતો તે સદ્ગુરુ સ્વામીબાપાને પહેરાવ્યો અને મસ્તકે કોમળ પર મૂકી બહુ પ્રસનનતા જણાવી.

પછી સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાએ પોતાના ગુરૂદેવને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી. હે ગુરુદેવ! આપશ્રી શ્રીજી મહારાજના સંકલ્પ મૂર્તિ છો અને તેઓશ્રીના સ્થાને છો. સમગ્ર સત્સંગના ઉપરી છો. હું તો આપનો નમ્ર સેવક છું. આપની આજ્ઞાને શિરોમાન્ય કરું છું. શ્રી સ્વામિનારાયણ ભગવાન અને આપ સર્વ કાર્યમાં કર્તા બનજો અને સદાય પ્રસન્ન રહેજો.

સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીબાપાના નમ્ર વચન સાંભળી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા અત્યધિક પ્રમુદિત થયા અને સમગ્ર સભાને સંબોધતા કહ્યું,

 સંતો અને હરિભકતો સ્થાને છે તેમની આજ્ઞામાં તમે સૌ રહેજો તેઓ જે કહે તે સત્ય માનજો અને જીવનમાં ઉતારજો એમાં શ્રીજી મહારાજનો ને અમારો બહુ રાજીપો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને અમને મોક્ષની કૂંચી આજથી સ્વામીને સોંપું છું. તેમના શરણે જે થશે અને અનુવૃત્તિમાં રહેશે તે સર્વ આત્યંતિક મોક્ષને પામશે.

સર્વ સભાજનો હાથ જોડી બોલ્યા, હે શ્રીજી સંકલ્પ સ્વરૂપ અમો તમારી આજ્ઞા પ્રમાણે, વચન મુજબ જ વર્તીશુ.

બીજું આચરણ નહીં કરીએ.

આ પ્રતિજ્ઞા વચનથી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા અત્યધિક પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યો, જો  આ પ્રકારે તમે વર્તશો તો તમારું પરમ શ્રેય થશે. આ સાથે સભામાં ઉદ્ઘોષ થયો.

  શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય .....

શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ ગુરુ પરંપરાના વારસદાર સદ્ગુરુ શ્રી નિર્ગુણ દાસજી સ્વામીબાપાનો આજે કારતક સુદ પૂનમ -  દેવદિવાળીના પાવન દિવસે ઉત્તરદાયિત્વ દિન મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં

 શોભાયાત્રા - પદયાત્રાનું આયોજન  કરવામાં આવ્યું હતું. વળી, શ્રીજી સ્વયં મૂર્તિ અબજીબાપશ્રી વાતોની સમૂહ પારાયણ, વિશ્વવાત્સલ્યમહોદધિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સંતો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

(4:33 pm IST)