ગુજરાત
News of Tuesday, 12th November 2019

એમએસએમઇ સેકટરનાં વિકાસને વધુ પ્રોત્સાહન માટે વિજયભાઇના હસ્તે ઓનલાઇન રજીસ્ટ્રેશન સુવિધા પોર્ટલ લોન્ચ

ડેકલરેશન ઓફ ઇન્ટેટ ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રથમ અરજીને મંજૂરી-સ્વીકૃતિ પ્રમાણપત્ર ઇસ્યુ

ગાંધીનગર, તા.૧૨: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં MSME એકમોને સ્થાપનામાં પારદર્શીતા લાવવાની સંકલ્પબદ્ઘતા સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ લોંચ કર્યુ છે.

તેમણે આ પોર્ટલમાં આવેલ પ્રથમ અરજી મંજૂરી કરી સ્વીકૃતિ પ્રમાણપત્ર પણ ઇ-મેઇલથી ઇસ્યુ કરીને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની નવી પહેલ રાજયમાં સાકાર કરી છે.

રાજય સરકારે ગત તારીખ ૩ ઓકટોબરે MSME એકમોને સ્થાપના-સંચાલન માટે રાજયના કાયદા-નિયમોની જરૂરી વિવિધ મંજૂરીઓ એપ્રુવલ્લ લેવામાંથી ૩ વર્ષ સુધી મુકિત આપવાનો નિર્ણય કરેલો ર્છેં

તદ્દઅનુસાર, MSME શરૂ કરવા ઇચ્છનાર કોઇપણ લદ્યુ ઊદ્યોગકાર-ઊદ્યોગ સાહસિક તેને જરૂરી જમીન ખરીદી પણ રાજયના કોઇપણ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય કરી શકે છે

આવી પરવાનગી ઊદ્યોગ શરૂ થયાના ૩ વર્ષમાં તેને લેવાની થાય છે. આવી મંજૂરી પણ અત્યંત ઝડપી અને સરળતાએ મળી રહે તે હેતુસર ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં ફોર્મ ખૂબ જ સરળતાથી ભરી શકાય તેવી ખાસ સુવિધા પણ ઉપલબ્ધ ર્છેં.

ંઅત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ઓનલાઇન ડેકલેરેશન ઓફ ઇન્ટેટ રજીસ્ટર્ડ થયાની ગણતરીની મિનીટોમાં જ અરજી મંજૂર થઇ સ્વીકૃતિ પ્રમાણપત્ર ઇ-મેઇલ દ્વારા ઇસ્યુ કરવામાં આવે ર્છેં.

આ સ્વીકૃતિ પ્રમાણપત્રની નકલ સંબંધિત જિલ્લાના કલેકટર, પ્રાંત અધિકારી તેમજ લાગુ પડતા બધા જ વિભાગોને પણ આપી દેવાશે જેથી MSME ઊદ્યોગકારને કોઇ જ કચેરીએ પરવાનગી માટે પ્રત્યક્ષ જવું ન પર્ડેં

મુખ્યમંત્રીશ્રીએ આ ઓનલાઇન રજીસ્ટ્રેશન વેબ પોર્ટલનો પ્રારંભ કરાવીને પોર્ટલમાં આવેલ પ્રથમ અરજી તેમજ પ્રથમ મહિલા ઊદ્યોગ સાહસિકને તુરત જ અરજી મંજૂર કરી સ્વીકૃતિ પ્રમાણપત્ર ઇસ્યુ કર્યુ હતું.મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી મનોજકુમાર દાસ તથા ઊદ્યોગ વિભાગના અધિકારીઓ આ પોર્ટલ લોંચીગ વેળાએ જોડાયા હતા. આ પોર્ટલ લોન્ચ થતા રાજયના ૩પ લાખ MSME એકમો ઉપરાંત નવા MSME શરૂ કરવા ઉત્સુક સાહસિકોને વધુ સરળતા મળતી થશે અને રોજગાર સર્જનમાં પણ માતબર વધારો થશે.

(3:23 pm IST)