ગુજરાત
News of Tuesday, 12th November 2019

ઓછી જનસંખ્યાવાળા ગામોને પણ પાણીની ઉંચી ટાંકીની યોજનાનો લાભ

વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની રજુઆતથી સમગ્ર રાજયના ગામોને લાભ

રાજકોટ તા.૧૨: વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની રજુઆતથી સરકારે ૩૦૦૦ના બદલે ૧૫૦૦ થી વધુ જનસંખ્યા ધરાવતા ગામોને પણ વાસ્મો યોજના હેઠળની પાણીની ઉંચી ટાંકીની યોજનાનો લાભ આપવાનો નિર્ણય કરેલ છે.

લાખાભાઇ ભરવાડ જણાવે છે કે મારા વિરમગામ-માંડલ-દેત્રોજ તાલુકામાં ગામ સ્તરે ઓવરહેડ ટાંકીઓના અમલીકરણની કામગીરી વાસ્મો દ્વારા કરવામાં આવે છે વાસ્મો દ્વારા તા.૩-૨-૨૦૧૭ના પરિપત્રથી જે ગામોની વસ્તી ૩૦૦૦ થી વધુ હોય તેવા ગામોને જ ઉંચી ટાંકી પેયજળ યોજના અંતર્ગત ગામનો સમાવેશ કરવાની જોગવાઇ હતી, એટલે કે, રાજયના જે ગામોની વસ્તી ૩૦૦૦ ઉપરની હોય તેવા ગામોને જ વાસ્મોની આ યોજનાનો લાભ મળી શકે તેના કારણે અસંખ્ય ગામો આ યોજનાથી વંચિત રહી જાય તેમ હતાં.

જેને ચૌદમી વિધાનસભાના છેલ્લાં છત્રમાં પાણી પુરવઠા યોજનાની ચર્ચા દરમ્યાન પાણીપુરવઠા મંત્રીશ્રીને વિધાનસભામાં રજુઆત કરેલ અને ૩૦૦૦ વસ્તીના બદલે જે ગામોની વસ્તી ૧૫૦૦ અથવા તેનાથીવધારે હોય તેવા ગામોને પણ આ યોજનાનો લાભ આપવાની રજુઆત કરેલ, કારણ કે, રાજયના મોટા ભાગના ગામો ૧૫૦૦ની વસ્તી ધરાવતા ગામો છે. જેના કારણે વાસ્મોની ઉંચી ટાંકીની યોજનાનો લાભ મળતો નથી. જે ધારદાર રજૂઆતના કારણે સરકારશ્રી દ્વારા તા.૮-૧૧-૨૦૧૯ના પરિપત્ર કરેલ છે. ૧૫૦૦ ઉપરની વસ્તીવાળા ગામોને પણ આ યોજનામાં આવરી લીધેલ છે.

(1:33 pm IST)