ગુજરાત
News of Tuesday, 12th November 2019

ગુજરાત સાથેના પારસ્પરિક સંબંધ મજબૂત કરવા તૈયારી

રૂપાણીની ઉઝબેક યાત્રાની સફળ ફળશ્રુતિ રહી : ઉઝબેકિસ્તાનના ભારતના રાજદૂતે રૂપાણી સાથે વાતચીત કરી : ૧૧ એમઓયુના મામલે પ્રગતિની વિસ્તૃત વાતચીત

અમદાવાદ,તા.૧૧ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં તા. ૧૯ થી ર૩ ઓકટોબર દરમિયાન ગુજરાત ડેલિગેશન સાથે ઉઝબેકિસ્તાનની લીધેલી મૂલાકાત અત્યંત ફળદાયી નિવડી છે. આ મૂલાકાત દરમિયાન ઉઝબેકિસ્તાન-ગુજરાત વચ્ચે પરસ્પર સહયોગના વિવિધ ૧૧ જેટલા સ્ર્ેં કરવામાં આવેલા.  આ સંદર્ભમાં ઉઝબેકિસ્તાનના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત ફરહોદ અર્ઝીવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મૂલાકાત – બેઠક યોજીને આ આપસી સમજૂતિ કરારને પ્રગતિની દિશામાં ઝડપભેર આગળ વધારવા ફળદાયી પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં ઉઝબેકિસ્તાન રાજદૂતે જણાવ્યું કે, ગુજરાત ડેલિગેશનના ઉઝબેકિસ્તાન પ્રવાસ દરમ્યાન થયેલા એઓયુ અને બેઠકોની ચર્ચાઓને નક્કર રૂપ આપવાના હેતુથી ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપતિ શ્રીયુત શવકત મિરીઝીયોવેવ એ તેમના વિદેશ વેપાર મંત્રી, ઇનોવેશન મંત્રી તથા વિવિધ વિભાગોના ડેપ્યુટી મિનીસ્ટર્સ અને ડેપ્યુટી ગર્વનર્સ તેમજ વેપાર ઊદ્યોગ મંડળના પ્રતિનિધિઓને તાશ્કંદ સ્થિત ભારતીય રાજદૂત સાથે બેઠક કરવા સુચવ્યું હતું.

             આ બેઠકમાં ઉઝબેકિસ્તાન – ગુજરાત વચ્ચેના પરસ્પર સંબંધો વધુ સુદ્રઢ કરવા અને થયેલા સ્ર્ેં સાકાર કરવા ત્રણ એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં આ અંગે ઉઝબેકિસ્તાનના ભારત સ્થિત રાજદૂતે જણાવ્યું કે, નવેમ્બર માસના અંતે ઉઝબેકિસ્તાનનું એક હાઇપાવર ડેલિગેશન ગુજરાત આવશે. ઉઝબેકિસ્તાનના મિનિસ્ટર ઓફ ઇનોવેશન, ડેપ્યુટી મિનીસ્ટર ઓફ એગ્રીકલ્ચર અને ચેમ્બર ઓફ કોમર્સના વડાનું આ ડેલિગેશન એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જીએફએસયુ, પીડીપીયુ, આઇ-ક્રિયેટ જેવી તજ્જ્ઞ સંસ્થાઓ અને કચ્છ વગેરે પ્રદેશમાં નેચરલ – ઓર્ગેનિક ફામલ્લગ સેન્ટર્સની મૂલાકાત કરશે.

                   મુખ્યમંત્રીને તેમણે એવી પણ માહિતી આપી કે, શિક્ષણ, ઊર્જા, સાયન્સ ટેકનોલોજી ક્ષેત્ર તથા ઇનોવેશન સેન્ટર્સ વગેરેમાં ઉઝબેકિસ્તાન ગુજરાત સહકાર સંભાવનાઓ તપાસવા ઉઝબેકિસ્તાનના સંબંધિત મંત્રાલયોના મંત્રીઓનું એક વકલ્લગ ગૃપ તા. ૧ર થી ૧૭ નવેમ્બર દરમ્યાન ગુજરાત આવવાનું છે. એટલું જ નહિ, ઉઝબેકિસ્તાનના ડાયરેકટર ઓફ ટેકનોલોજી પાર્કના નેતૃત્વમાં તાશ્કંદ આઇ.ટી. પાર્કનું એક ગૃપ ર૦ નવેમ્બરે ગુજરાત આવશે. ગુજરાત ડેલિગેશનના ઉઝબેકિસ્તાન પ્રવાસ દરમિયાન જે આઇ.ટી. કંપનીઓએ સહયોગ માટે રસ દાખવેલો તેમની સાથે સહયોગનો સેતુ વધુ વ્યાપક બનાવવાના હેતુસર આ ગૃપ ગુજરાત આવવાનું છે.

(9:34 pm IST)