News of Tuesday, 12th November 2019
અમદાવાદના બહુચર્ચિત વિસ્મય શાહના કેસનો ચુકાદો મુલતવી :કોર્ટ 22મીએ ચુકાદો આપશે
અમદાવાદમાં થયેલા બહુ ચર્ચિત વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસમાં નીચલી અદાલતે આરોપી વિસ્મય શાહને ૫ વર્ષની સજા સંભળાવી હતી જેથી તે મામલાને વિસ્મય હાઈ કોર્ટમાં પડકાર્યો છે જેનો ચુકાદો આજે આવવાનો હતો પરંતુ કોર્ટે ચુકાદો આજે મુલતવી રાખ્યો છે. કોર્ટે કહ્યું છે કે ચુકાદો આગામી 22 તારીખે આપવામાં આવશે. કોર્ટે જણાવ્યું કે હજુ ચુકાદો લખાયો નથી જેના કારણે આજે ચુકાદો આપવામાં નહિ આવે જેથી આ કેસમાં વધુ એક તારીખ પડી છે.
(8:50 pm IST)