ગુજરાત
News of Saturday, 12th October 2019

વડોદરાથી ટ્રેનમાં વતન પરત ફરવું મહિલાને ભારે પડ્યું: પર્સની ઉઠાંતરી કરી ગઠિયો છુમંતર

વડોદરા:વતન રાજસ્થાન જવા ટ્રેનમાં બેસેલા પરિવારનું પર્સ કોઇ ચોર લઇ ગયો હતો. જે અંગે વડોદરા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે, વતન રાજસ્થાન જવા માટે સુરતથી સત્યપ્રકાશ કેવલદાસ વૈષ્ણવ પત્ની અને બાળકો સાથે ગત ૫મી તારીખે ભગતની કોઠી એક્સપ્રેસ ટ્રેનમાં બેઠા હતા. મુસાફરી દરમિયાન ઉંઘ આવી જતા તે તકનો લાભ ઉઠાવીને કોઇ ચોર સત્યપ્રકાશના પત્નીનું લેડીઝ પર્સ લઇ ગયો હતો. જે પર્સમાં સોનાની વીંટી, ચાંદીની પાયલ, રોકડા બે હજાર રૃપિયા તેમજ અન્ય ડોક્યુમેન્ટસ હતા. જે અંગે વડોદરા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:21 pm IST)