ગુજરાત
News of Friday, 12th October 2018

સ્ટેટ મોનીટરીંગ જેવા ગુજરાતના સૌથી મહત્વના સેલમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ પી.એસ.આઇ વડોદરાના કાર્યદક્ષ કીરીટ લાઠીયા સહીત અડધો ડઝન પી.એસ.આઇ.ની પસંદગી : કુલ રર કર્મચારીઓ નિમણુંક આપતા

રાજકોટ : ગુજરાતના પોલીસ તંત્રમાં ખુબ જ મહત્વની મનાતી સ્ટેટ વીજીલન્સ (સ્ટેટ મોનીટરીંગ સેલ)માં વડોદરાના કાર્યદક્ષ પોલીસ સબ ઇન્સપેકટર અને ભૂતકાળમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ફરજ દરમિયાન માથાભારે ગુનેગારોને સીધા દોર કરી દેનાર પીએસઆઇ કિરીટ લાઠીયા સહિત અડધો ડઝન પી.એસ.આઇ. ની નિમણુંક થયાનું સૂત્રો જણાવે છે.

સ્ટેટ મોનીટરીંગ સેલમાં સૌ પ્રથમ વખત લાગવગને બદલેે લાયકાતના ધોરણે નિમણુંક  કરવાનું આયોજન ડીજીપી શિવાનંદ ઝા એ કર્યુ હોય તેમ તમામના સર્ર્વિસ શીટ તપાસી  તેઓના ઇન્ટરવ્યુ બાદ  પસંદગી કરવામાં આવી છે. ૬ પી.એસ.આઇ સાથોસાથ અન્ય ૧પ ની પસંદગી થઇ છે. તેમાં એક એ.એસ.આઇ., નવ હેડ કોન્સ્ટેબલ, અને પ  કોન્સ્ટેબલની નીમણુ઼ક રાજકોટ, અમદાવાદ, સુરત,બોટાદ, ગિર-સોમનાથ, સુરત ગ્રામ્ય, મહેસાણા, અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી કરવામાં આવી છે.

અત્રે યાદ રહે કે સ્ટેટ મોનીટરીંગ સેલમાં એમ.જે. ક્રિશ્ચયન સહીત ત્રણેય પી.આઇ.ની જગ્યા હાલ ખાલી છે. હાલમાં ફકત એક જ મહિલા ડી.વાય.એસ.પી. છે. ડી.વાય.એસ.પી. પદે જેનું નામ બોલાતું હતુ તેવા ભગીરથસિંહ વી. ગોહિલની બદલી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં થતા હવે કોઇ અન્ય ડીવાયએસપી અંગે વિચારવાનું રહેશે.

 

 

(9:26 pm IST)