ગુજરાત
News of Friday, 12th October 2018

સુરતના કોસંબામાં ગેસ કટરથી એટીએમ મશીન તોડી તસ્કરોએ 14.92 લાખની મતાની ઉઠાંતરી કરી

સુરત:જિલ્લાના કોસંબામાં બુધવારે મધરાત્રે એસબીઆઈનું એટીએમ મશીન ગેસ કટરની કાપીને તસ્કરો રૂા. ૧૪,૯૧,૭૦૦ રોકડા ચોરી જતા ખળભળાટ મચી ગયો છે.

કોસંબા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હબીબ પાર્ક, ભરૂચ રહેતા ૨૪ વર્ષીય મુબારક મુસ્તાક પટેલ એક વર્ષથી ટ્રાન્ઝેકસન સોલ્યુશન ઈન્ટરનેશનલ લી(ટીએસઆઈ) કંપનીમાં ડિસ્ટ્રીક એક્ઝીક્યુટીવ છે. તેમની પાસે ભરૂચ શહેર, ભરૂચ જિલ્લા ઉપરાંત માંગરોળ તાલુકામાં એટીએમ મેનેજમેન્ટ તરીકે ચાર્જ સોંપાયો છે. 
તા. ૯ ઓક્ટોબરે બપોરે બે વાગ્યાના અરસામાં લોજીકેશ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કોસંબા ગામે યુનુસ મહંમદ મુલ્લાની દુકાન નં. ૨૦૩૨/૨ માં આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં રૂા. ૧૩ લાખની રોકડ લોડીંગ કરી હતી.

 

(5:16 pm IST)