ગુજરાત
News of Friday, 12th October 2018

વડોદરા: પ્રસુતિ માટે આવેલ મહિલા અચાનક ગૂમ થઇ જતા દોડધામ

વડોદરા:પ્રસૂતિ માટે સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલી યુવતી વોર્ડમાં ડોક્ટર કે સ્ટાફને જાણ કર્યા વિના રવાના થયા બાદ પરત નહી ફરતા તેને શોધવા માટે હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી હતી. જોકે તેનો કોઈ પત્તો નહી લાગતા અંગેની રાવપુરા પોલીસને જાણ કરાઈ હતી.

સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં રહેતા ૨૫ વર્ષીય રસીદાબેન રાણા ગત થી તારીખે પ્રસૂતિ માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવાામાં આવ્યા હતા. દરમિયાન મી તારીખના સવારે દસ વાગ્યાથી તે પિડિયાટ્રીક વોર્ડ-૧૭માંથી હોસ્પિટલના ડોક્ટરો કે સ્ટાફને જાણ કર્યા વિના રવાના થયા હતા.

બપોર સુધી તે વોર્ડમાં પાછા નહી ફરતાં સ્ટાફે તેમની શોધખોળ કરી હતી. જોકે તેમનો કોઈ પત્તો નહી લાગતા અંગેની વોર્ડના રેસી.ડોક્ટર ચિરાગે બનાવની રાવપુરા પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસ શરૃ કરતી હતી તે દરમિયાન રસીદાબેન જાતે વોર્ડમાં પરત ફર્યા હતા. અંગે રાવપુરા પોલીસે જણાવ્યું હતું કે રસીદાબેનની પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે તે જાતે બહાર ગયા બાદ રસ્તો ભુલી જતાં અન્ય સ્થળે જતા રહ્યા હતા અને ત્યારબાદ તે જાતે પરત ફર્યા હતા.

 

 

 

(5:14 pm IST)