ગુજરાત
News of Friday, 12th October 2018

મધ્યપ્રદેશના જાબુંઆમાં 74 વર્ષીય વૃદ્ધાએ પોતાની અંતિમ ઈચ્છા જણાવી ચક્ષુદાન કરવાનું જણાવ્યું

મધ્યપ્રદેશ:ના  ઝાબુઆ જિલ્લામાં પારા ગામે રહેતા ૭૪ વર્ષિય શાંતાબાઈ મગનલાલજી પગારીયા કેટલાક દિવસો પુર્વે શ્વાસની તકલીફ હોઈ તેઓને દાહોદ ખાતે ખાનગી હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યા તેઓ સારવાર પણ લઈ રહ્યા હતા. સારવાર લીધા બાદ આજરોજ તેઓને હોસ્પટલમાંથી રજા આપવામાં આવી હતી અને પરિવારજનો દ્વારા તેઓને પોતાના વતન ખાતે લઈ જવાની તૈયારીઓ કરતાં હતા તે સમયે જ શાંતાબાઈ પગારીયાને હાર્ટ એટેકનો સ્ટ્રોક આવતાં ફરીથી તેઓને દાહોદની એક ખાનગી હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા તબીબી દ્વારા તેઓની Âસ્થતી નાજુક જણાવતા જાણે આ બાબતની શાંતાબાઈને  આભાસ પણ થઈ ગયો હતો કે તેઓ આ દુનિયામાં માત્ર કેટલાક કલાકોના મહેમાન છે. આ બાદ  શાંતાબેન દ્વારા પોતાના પરિવારજનોને પોતાની પાસે બોલાવી પોતાના મૃત્યુ બાદ પોતાની આંખો દાન કરી દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરિવારજનોએ પણ તેઓની ઈચ્છાને માન આપ્યુ હતુ ત્યારે આજરોજ શાંતાબાઈનુ હોÂસ્પટલમાં જ મૃત્યુ થતાં પરિવારજનો દ્વારા દાહોદની દ્રષ્ટિ નેત્રાલય ખાતે સંપર્ક કરી શાંતાબાઈની અંતિમ ઈચ્છા વિશે માહિતગાર કર્યા હતા અને દ્રષ્ટિ નેત્રાલય દ્વારા તેમની ઈચ્છાને માન આપી શાંતાબાઈની આંખનુ દાન સ્વીકાર્યુ હતુ. આમ, જીવનમાં ચક્ષુદાનનુ મહત્વ શાંતાભાઈ જતાં જતાં સૌ કોઈને સમજાવી જીવન છોડી ચાલ્યા જતાં  પરિવારજનો તેમજ શહેરીજનોને તેમના પ્રત્યે  માન,સન્માન અને ગૌરવ ની લાગણી અનુભવી હતી.

 

(5:13 pm IST)