ગુજરાત
News of Friday, 12th October 2018

અમદાવાદના ગોતા બ્રિજ હેઠળ ગોડાઉનમાં આગ ભભુકતા અફડાતફડી

અમદાવાદ:ગોતા બ્રિજ નીચે આવેલા થીનરના ગોડાઊનમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને કારણે આ વિસ્તારમાં દહેશત સાથે નાસભાગ મચી ગઈ હતી. ફાયરબ્રગેડને જાણ કરાતા ફાયર જવાનો ૨૨ ગાડીઓ સાથે ઘટનાસ્થલે પગ્હોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. જોકે સદ્નસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી.

ફાયર ટેન્કર અને ફોમ નર્સરની ૨૨ જેટલી ગાડીઓ સાથે ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમા લીધી ઃ કોઈ જાનહાની નહી

આ બનાવની વિગત મુજબ ગોતા બ્રિજ નીચે આવેલા સરદાર એસ્ટેટ સ્થિત વી.કે.એન્ટરપ્રાઈઝ નામના થીનરના ગોડાઊનમાં ૧૧ ઓક્ટોબરના રોજ બપોરે આગ ફાટી નીકળી હતી. શરૃઆતમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા ૨ કિલોમીટર દુરથી તે નજરે ચડતા હતા.

 

 

(5:12 pm IST)