ગુજરાત
News of Friday, 12th October 2018

અમદાવાદ ખરીદી કરવા જવું આ મહિલાને ભારે પડ્યું: ગઠિયા 80 હજારની રોકડ ચાઉં કરી ગયા

અમદાવાદ:મુંબઈમાં ગોરેગાંવમાં રહેતા રેખાબહેન નાહર નવરાત્રીની ખરીદી કરવા અમદાવાદ આવ્યા હતા. લો ગાર્ડન ચણિયાચોળી બજારમાં તે ખરીદી કરી રહ્યા હતા ત્યારે કોઈ શખ્સ તેમનું પર્સ ચોરી ગયો હતો.

જેમાં રૃ. ૮૦,૦૦૦ રોકડા, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આધારકાર્ડ, સિંગાપોર અને મહારાષ્ટ્રનું ડ્રાયવિંગ લાયસન્સ વગેરે હતા.  તે સિવાય મહિલાના પુત્ર અને પુત્રી વિઝા વગર ભારતથી સિંગાપોર તથા સિગાપોરથી ભારત આવ જા કરી શકે તે માટેનું સિંગાપોર આઈડેન્ટીટી કાર્ડ પણ પર્સમાં હતું.

 મહિલા લો ગાર્ડનમાં ચણિયાચોળી બજારમાં ભીડમાં ખરીદી કરી રહી હતી ત્યારે કોઈ ગઠિયો તેમની નજર ચુકવીને પર્સની ચોરી કરી ગયો હતો.

(5:10 pm IST)