ગુજરાત
News of Friday, 12th October 2018

પરપ્રાંતિયોની હિજરતથી ઉદ્યોગોને માઠી અસરઃ ચેમ્બર ઓફ કોમર્સ

પ્રશ્નનું ત્વરીત નિરાકરણ લાવવા મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૧રઃ ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિક વર્ગ પર થઇ રહેલ હુમલાના કારણે રાજયના ઉદ્યોગોમાં મુશ્કેલીઓ સર્જાવાની ભીતી ઉભી થયેલ છે. બાળકી પર દુષ્કર્મની દુર્ઘટનાને પરપ્રાંતિયો પર હુમલાનો સિલસીલો ચાલું થતાં રાજય બહારથી જીવન નિર્વાહ માટે આવેલ કામદાર વર્ગ આપણાં રાજયમાંથી ગભરાટના કારણે ોહિજરત કરવા લાગતા ઉદ્યોગોના કામ ઠપ્પ થવા લાગ્યાનું રાજકોટ ચેમ્બરે જણાવેલ છે.

આ બાબત ઘણી ગંભીર હોય આ ગભરાટનું વાતાવરણ તુરત દુર કરવા કડક પગલા લેવા તેમજ સૌરાષ્ટ્રમાં પણ ખુબજ પરપ્રાંતિય શ્રમિક વર્ગ હોય અહીંયા સુધી આ ઘટનાનો ચેપ ન પહોંચે તે માટે જરૂરી કાર્યવાહી તથા સાવચેતીના પગલા લેવા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રજુઆત કરાઇ છે.

(5:05 pm IST)