ગુજરાત
News of Friday, 12th October 2018

ગુજરાત સહિત ૨૩ રાજયો સામે કેન્દ્ર શાસિત પ્રદેશોને વાયુ પ્રદૂષણ અંગે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આકરી ઝાટકણી કાઢી : ૨ મહિનામાં કાર્ય યોજના તૈયાર કરો

એનજીટીએ ગુજરાત - દિલ્હી - ચંદીગઢ સહિત દેશના ૨૩ રાજયો - કેન્દ્ર શાસિત પ્રદેશોને વાયુ પ્રદૂષણ સામે લડવા માટે કાર્ય યોજના બે મહિનામાં તૈયાર કરવા આદેશ આપ્યો છે : ૧૦૨ શહેરોમાં વાયુ - હવાની ગુણવત્તા રાષ્ટ્રીય વાયુ ગુણવતા નિગરાની સમિતિ (એકયુએમસી)ના ધોરણો મુજબ નથી : જો સમયસર યોજના નહિં બનાવાય તો જે તે રાજયોના ચીફ સેક્રેટરીને જવાબદાર ઠેરવવામાં આવશે : જે રાજયોને આદેશ આપ્યા તેમાં ગુજરાતને ૨ શહેરો માટે મહારાષ્ટ્ર (૧૭ શહેર), ઉત્તરપ્રદેશ (૧૫ શહેર), પંજાબ (૯ શહેર), હિમાચલ (૭ શહેર) તથા ઓડીશા - મધ્યપ્રદેશ, આસામ, આંધ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, છત્તીસગઢ, તેલંગણા, જમ્મુ - કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડના ૨ થી ૬ શહેરો ઉપરાંત ઝારખંડ, દિલ્હી, ચંદીગઢ, મેઘાલય, તામિલનાડુ અને પ.બં.ના ૧-૧ શહેર મળી ૧૦૨ શહેર સામેલ છે

(3:31 pm IST)