ગુજરાત
News of Friday, 12th October 2018

બીજા ર૧ સિંહોમાં પણ ઘાતક વાયરસના લક્ષણો મળતા દોડધામ

અમદાવાદ તા. ૧ર : ર૩ સિંહોના મોત બાદ બીજા ર૧ સિંહમાં ઘાતક વાયરસના લક્ષણો મળી આવતા વન વિભાગ સિંહોમાં ફેલાતા રોગ અંગે ઉંઘતુ ઝડપાયું છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના રિપોર્ટમાં બીજા ર૧ સિંહો પણ ખતરા હેઠળ હોવાનું જાણવા મળ્યું છે ગીરના સિંહોના કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સીડીવી) થી મોત નોંધાયા છે. એ પછી બીજા સિંહોની તપાસ કરવા માટેર ૭ સિંહોના સેમ્પલ આઇસીએમઆર પસો મોકલાયા હતા. તેમાંથી ર૧ સિંહોનો જીવ લઇ લેતા આ રોગ ઘાતક છે સિંહમાં સીડીવી હોવાનું જાણવા મળ્યું છે. અને ગુજરાતનો વન વિભાગ તેમ સાવ ઉઘતો ઝડપાયો હતો.

ગીરના જંગલમાં ૩ સપ્તાહના ટુંકા ગાળામાં ર૩ સિંહના મોત થયા પછી હવે સરકાર વિવિધ દિશામાં તપાસ અને કાર્યવાહી કરી રહી છે. શરૂઆતમાં સરકારે સિંહોના મોત ઇન-ફાઇટથી થયા હોવાની વાત કરી હતી. બાદમાં તપાસ કરતા જણાયું હતું કે સિંહ સહિતના પ્રાણીઓમાં જોવા મળતો કેનાઇન ડિસ્ટેમ્બર નામનો ઘાતક રોગચાળો સિંહોને લાગુ પડયો છે. આફ્રિકાના જંગલોમાં આ રોગચાળાએ મોટી સંખ્યામાં સિંહોની વસતીનો સફાયો કર્યો છે સીડીવી આસાનીથી રોકી શકાતો નથી, ફેલાતો અટકાવી શકાતો નથી. માટે સિંહોના મોત અટકાવવા એ મોટો પડકાર બની રહે છે.

આઇસીએમઆરના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે ર૧ સિંહમાં વાઇરસ જોવા મળ્યો તેનો મતલબ એવો થાય કે વાઇરસનો ફેલાવો ચાલુ જ છે શકય છે કે ગીરના બીજા સિંહો સુધી પણ એ વાઇરસ પહોંચ્યો હતો. અલબત્ત, એ માટે જંગલ ખાતું અને સરકારના અન્ય વિભાગો બાકીના સિંહની તપાસ કરી રહ્યા છે. પરંતુ રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે સિંહોની સલામતી માટે તેને હાલ પુરતા તો ગીરમાંથી ખસેડવા જોઇએ કેમ કે આ વાઇરસ હવાથી અને બીજી ઘણી રીતે ફેલાઇ શકે છે જો કે ગુજરાત સરકારે સિંહોને કયાંય લઇ જવાની હાલ તો ના કહી દીધી છે.

(3:31 pm IST)