ગુજરાત
News of Friday, 12th October 2018

સુરતમા બાળકના જન્મના ત્રણ જ કલાકમાં બનાવ્યો પાસપોર્ટ:વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે નામ

સુરતમાં એક અનોખી ઘટના સામે આવી છે. બુધવારે અહીં એક ખાનગી હોસ્પિટલમાં બાળકના જન્મના 3 કલાકમાં તેનો પાસપોર્ટ બનાવવામાં આવ્યો છે. બાળકનું નામ ઋગ્વેદ પાડવામાં આવ્યુ છે. બાળકના જન્મનનો દાખલો મેળવી જન્મની 5 મિનિટમાં જ પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

(12:37 pm IST)