ગુજરાત
News of Friday, 12th October 2018

અમદાવાદની સેશન્સ કોર્ટમાં પાસના સુપ્રીમો હાર્દિક પટેલ વિરૂદ્ધ ચાર્જફ્રેમ થવાની શક્યતા

અમદાવાદ :પાટીદાર અનામત આંદોલન દરમ્યાન રાજદ્રોહના કેસમાં ફસાયેલા હાર્દિક પટેલ વિરૂદ્ધ આરોપ ઘડવામાં આવે તેવી શકયતા છે અમદાવાદની સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ ચાર્જફ્રેમ થવાની શક્યતા છે.

 જાણવા મળ્યા મુજબ કોર્ટની કાર્યવાહી દરમ્યાન હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બામણીયા કોર્ટમાં હાજર રેહશે. આ પહેલા કોર્ટમાં હાર્દિકના વકીલે દલિલ કરી હતી કે, હાર્દિક પટેલે ગુજરાતની શાંતિ અને વ્યવસ્થા ડહોળાય તેવું કોઈ વિવાદિત નિવેદન આપ્યું જ નથી.

  હાર્દિકના વકીલે ભાજપ પર પણ આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે એફઆઈઆરમાં અલગ અલગ જગ્યાઓ પર બોલાયેલી વાતો તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે. હાર્દિકના વકીલે મીડિયા સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, એફઆઈઆર મુજબ તો મીડિયાએ હકીકતોને તોડી મરોડીને બતાવી હતી અને તેથી હિંસા ભડકી હતી. હાર્દિક પટેલનો તેમાં કોઈ રીતે હાથ નથી. હાર્દિકના વકીલ ની દલીલ બાદ કોર્ટ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

(12:35 pm IST)