ગુજરાત
News of Friday, 12th October 2018

અમિતાભ બચ્ચનના ડુપ્લિકેટોએ

અનોખી રીતે ઉજવ્યો બિગ બીનો બર્થ-ડે

કોઇ શહેનશાહ બનીને તો કોઇ શાયર બનીને તો કોઇ ટાઇગર બનીને સેલિબ્રેશન કરવા એકઠા થયાઃ કેક કટ કરી, ડાયલોગ્સ બોલ્યા, સોન્ગ્સ ગાયાં, ડાન્સ કર્યો અને ઉત્સાહપૂર્વક ઊજવ્યો બર્થ-ડે

અમદાવાદ તા.૧૨: બોલીવુડના લેજન્ડ સ્ટાર અમિતાભ બચ્ચનના બર્થ-ડે પ્રસંગે અમદાવાદમાં ગઇકાલે અમિતાભ બચ્ચનો લુક ધરાવતા બિગ બીના ૩૦થી વધુ ચાહકોએ અનોખી રીતે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો.

અમદાવાદમાં અમિતાભ બચ્ચન ફેન્સ કલબ ચાલે છે. આ કલબમાં અમિતાભ બચ્ચના ડુપ્લિકેટ જેવા આઠથી વધુ બિગ બીના ફેન્સ છે. ગઇકાલે અમદાવાદમાં જયારે અમિતાભ બચ્ચનના બર્થ-ડે સેલિબ્રેશન માટે એક પછી એક બિગ બીના ડુપ્લિકેટ સેલિબ્રેશન સ્થળે આવ્યા અને રિક્ષામાં બેસીને પસાર થયા તેમજ  હાથમાં કેક લઇને નીકળ્યા ત્યારે ઘડીભર માટે રોડ પર ટ્રાફિક થંભી ગયો હતો અને નાગરિકો તેમજ વાહનચાલકો આ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચનને જોવા લાગ્યા હતા.

બિગ બીનો બર્થ-ડે ઊજવવા માટે અરવિંદ પટેલ, જિતુ પટેલ, દીપક સોલંકી, હરજીવન ડાભી, ચંદ્રકાંત મિશ્રા, પંકજ ભટ્ટ, સંતોષકુમાર અને ભુપેન્દ્ર દેથલિયા અમિતાભ બચ્ચના લુકમાં આવ્યા હતા. આ ડુપ્લિકેટ બચ્ચન પૈકી કોઇ શહેનશાહ બનીને તો કોઇ શાયર બનીને તો કોઇ ટાઇગર બનીને બર્થ-ડે સેલિબ્રેશન કરવા એકઠા થયા હતા. અમિતાભ બચ્ચનના ડ્રેસમાં આવેલા આટલા બધા ડુપ્લિેકટ અમિતાભ બચ્ચનને રોડ પરથી પસાર થતા જોઇ લોકો અચરજ પામી ગયા હતા.

અમિતાભ બચ્ચન ફેન્સ કલબના સભ્યો નેહરુ બ્રિજ પાસ ેગાંધીગ્રામ રેલ્વે-સ્ટેશન પાસે એકઠા થયા હતા. આ ફેન્સે અમિતાભ બચ્ચનની જુદી-જુદી ફિલ્મોના ડાયલોગ્સ્ બોલ્યા, સોન્ગ્સ ગાયાં, ડાન્સ કર્યો અને ઉત્સાહપુર્વક કેક કટ કરીને તેમના દીધાર્યુ માટે પ્રાર્થના કરી અમિતાભ બચ્ચનનો બર્થ-ડે ઊજવ્યો હતો.

અમિતાભ બચ્ચન ફેન્સ કલબના સ્થાપક અને અમદાવાદમાં અમિતાભ પાન પાર્લર ચલાવતા તેમજ બિગ બીને બે વખત રૂબરૂ મળેલા ગાભાજી ઠાકોરે કહયું હતું કે 'અમે પાંચ કિલોની કેક લાવ્યા હતા અને એ કટ કરી અમારા સોૈથી પ્રિય કલાકાર અમિતાભ બચ્ચનના બર્થ-ડેનું સેલિબ્રેશનમાં અમદાવાદ ઉપરાંત ઇન્દોર, અજમેર, પોરબંદરથી પણ બિગ બીના ચાહકો આવ્યા છે.'(૧.૫)

(11:56 am IST)