ગુજરાત
News of Friday, 12th October 2018

અમદાવાદ :GSTના આસિસ્ટન્ટ કમિશ્નરની પત્ની સાથે ધરપકડ ;નશાની હાલતમાં પોલીસ સાથે ઝપાઝપી કરી

તેની પત્નીએ પણ બીભત્સ શબ્દો વાપર્યા :ગાડીની ચકાસણી કરતા રોફ જમાવી વર્દીનો કોલર પકડી બટન તોડી નાખ્યા

 

અમદાવાદ :અમદાવાદના નારોલ સર્કલ પાસે જીએસટીના આસિસ્ટન્ટ કમિશનરની કારની તલાસી માટે ઉભી રાખવાતા કમિશનર અને તેની પત્નીએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા પોલીસ કાર્યવાહી હાથ ધરાતાં કમિશનર અને તેની પત્નીની ધરપકડ કરી હતી જેઅોઅે નશાની હાલતમાં ગઈકાલે પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સાથે  ઝપાઝપી કરી હતી જે અંગે આજે ફરિયાદ નોંધાતાં પોલીસે ધરપકડ કરી હતી.  crpcની નવી કલમ હેઠળ કાર્યવાહી કરી પોલીસે પોતાના પાવરનો પરચો બતાવ્યો છે.

  જીઅેસટીના આસિસ્ટન્ટ કમિશ્નરે દારૂના નશામાં પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. તેમના પત્નીએ પોલીસ સામે બિભત્સ શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે નારોલ પોલીસે સરકારી કર્મચારીના કામમાં અવરોધ કરવા અને દારૂના નશામાં વાહન ચલાવવાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.

    ફરિયાદી અને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદ મુજબ,10 ઓક્ટોબરે રાતના 8થી 12 અને 11 ઓક્ટોબરે 12થી સવારના આઠ વાગ્યા સુધી હું અને મારા હોમગાર્ડ સાથીઓ એવા મેહુલ પરેશ ભાઈ, અહેમદ ખાન રસુલખાન અને આમીર હૈદર ફરજ પર હાજર હતા. દરમિયાન રાતના સવા ત્રણ વાગ્યે નારોલ સર્કલ તરફથી ડસ્ટર કાર આવી રહી હતી. જેને ટોર્ચ મારીને શાસ્ત્રી બ્રિજના છેડાની ચેકપોસ્ટ પર ચેક કરવા માટે રોકી હતી.

   દરમિયાન વસ્ત્રાપુરની સુચી બિલ્ડિંગમાં રહેતા અને સેન્ટ્રલ જીઅેસટીના આસિસ્ટન્ટ કમિશનર રાજેશ ચંદ્રરૂપસિંહ દહીયાએ તેમના પત્ની તથા ડ્રાઈવર મુદ્દસરે રાતના ત્રણ વાગ્યે અમારી ગાડી (ડસ્ટર- MH02 CZ0049) રોકવાની હિંમત કેમ થઈ તેમ કહી પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાનો સાથે ગાળાગાળી કરી હતી. પોલીસને તેમની ગાડીની ચકાસણીમાં કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી

   આ અંગે પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેના સમાચાર બાદ વેપારીઅોમાં પણ આ અંગે ભારે ચર્ચા જાગી છે.  પોલીસના આ ક્ષેપ મુજબ આસમયે પોલીસ કર્મીની વર્દીનો કોલર પકડીને બટન તોડી નાંખી ઝપાઝપી કરી કહ્યું કે, તે અમારી ગાડી રોકવાની હીંમત કેમ કરી. પણ પોલીસે આજે જીઅેસટીના આસિસ્ટન્ટ

(10:56 pm IST)