ગુજરાત
News of Friday, 12th October 2018

જંબુસર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું કમકમાટીભર્યું મોત

મંગણાંદ ગામના રાજેશ રાઠોડ બાઇક લઇને ઘરે પરત વેળાએ અકસ્માત :

 

જંબુસર નજીક હાઇવે ઉપર આવેલી ગાર્ડન હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જક વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

મંગણાંદ ગામના રાજેશ નગીન રાઠોડ પોતાની બાઇક લઇને ઘરે પરત જઈ રહ્યા હતા. તેવામાં હોટલ ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેવામાં કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં માર્ગ ઉપર પટકાયા હતા. જેથી તેને ગંભીર ઇજા થઇ હતી. બાદમાં ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો.

બનાવ સંદર્ભે જંબુસર પોલીસે અજાણયા વાહન સામે ગુનોહ નોંધી તપાસ હાથ ધરી છે

(12:14 am IST)