ગુજરાત
News of Saturday, 12th September 2020

કોંગ્રેસના કાયમી આમંત્રીતોમાં શકિતસિંહ ગોહિલ

કોંગ્રસની મધ્યસ્થ ચૂંટણી સમિતિના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રી બન્યા સીડબલ્યુસીમાં અને પક્ષની સંગઠન સમિતિમાં અહેમદ પટેલનો દબદબો

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રિય માળખામાં મોટા પરિવર્તન આવ્યા છે. ગુજરાતમાંથી શ્રી અહેમદભાઈ પટેલ, શ્રી મધુસુદન મિસ્ત્રી અને શ્રી શકિતસિંહ ગોહિલને ખૂબ જ મહત્વના સ્થાનો અપાયા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના શ્રી વેણુગોપાલે જાહેર કરેલ યાદી મુજબ ૨૨ સભ્યોની કોંગ્રેસની સી.ડબલ્યુ.સી. (કોંગ્રેસની રાષ્ટ્રિય કારોબારી)માં શ્રી અહેમદભાઈ પટેલ સામેલ છે. આ સમિતિમાં ડો.મનમોહન સીંઘ, શ્રી રાહુલ ગાંધી, એ.કે.એન્ટની, ગુલાબ નબી આઝાદ, અંબીકા સોની, પ્રિયંકા ગાંધી, ચિદમ્બરમ સહિતના દેશભરના કોંગી મહાનુભાવો સામેલ છે.

શ્રીમતી સોનિયા ગાંધીએ ૬ સભ્યોની ખાસ સમિતિ નિયુકત કરી છે. જે પક્ષના કાર્યો અને ઓપરેશનલ બાબતોમાં કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષાને મદદ કરશે. શ્રીમતિ ગાંધીએ સી.ડબલ્યુ.સી.ની બેઠકમાં આવી સમિતિ માટે ઈચ્છા દર્શાવેલ. આ સમિતિમાં  પણ અહેમદભાઈ પટેલને સ્થાન અપાયું છે. ૬ સભ્યોમાં બીજી સર્વશ્રી એ.ડો.એન્ટોની, અંબિકા સોની, વેણુગોપાલ, મુકુલ વાસનીક અને રણદીપ સિંઘ સુરજેવાલા છે.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના કાયમી ૨૬ આમંત્રિતો અને ૧૦ સ્પેશીયલ- ખાસ આમંત્રિતો ગુજરાતના એકમાત્ર અને કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવકતા શ્રી શકિતસિંહ ગોહિલને ખાસ સ્થાન અપાયું છે.

(2:24 pm IST)