News of Thursday, 12th September 2019
બનાસકાંઠાના લાખણી ભેમાજી ગોળીયાપાસે કાર ચાલકે અડફેટે લેતા બે પદયાત્રીઓના કરુણમોત: સાત ઘાયલ
બનાસકાંઠાના લાખણી ભેમાજી ગોળીયા પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા પદ યાત્રીઓને અડફેટે લીધાં હતાં. જેમાં બે પદ યાત્રીઓના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. અન્ય સાત પદ યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેમને તાત્કાલિક લાખણી તેમજ ડીસા રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પદ યાત્રિકો ઢીમાં ખાતે જઈ રહ્યા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કારે અડફેટે લેતાં બે યાત્રિકોને જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. જયારે અન્ય સાતને ઈજાઓ થતાં હાલ તો સારવાર હેઠળ છે. બંને મૂર્તકોની લાશને લાખણી ખાતે પીએમ માટે ખસેડાઈ છે. જોકે યાત્રિકોની મોતની ખબર થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર મામલે આગથળા પોલીસે હાલ ઝીણવટ ભરી તાપસ હાથ ધરી છે.
(12:42 am IST)