ગુજરાત
News of Thursday, 12th September 2019

અમદાવાદ પોલીસની જોહુક્મીનો વિડિઓ વાયરલ : ચાલકનું લાઇસન્સ અને બાઈકની ચાવી લઇ લીધી

પોલીસની દાદાગીરીનો આ વીડિયો સાણંદ ચોકડી પાસેનો હોવાનું અનુમાન

 

અમદાવાદ પોલીસ અને એક બાઈક ચાલક વચ્ચે ઘર્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પોલીસકર્મી બાઈક ચાલક વચ્ચે ઘર્ષણના દૃશ્યો દેખાય છે. બાઈક ચાલકે જણાવ્યું કે, પોલીસે પહેલા તેને માર માર્યો અને પછી તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ અને બાઈકની ચાવી લઈ લીધી. જ્યારે પોલીસનું કહેવું છે કે, બાઈકચાલક દંડ ભરતો નથી. પોલીસની દાદાગીરીનો વીડિયો સાણંદ ચોકડી પાસેનો હોવાનું અનુમાન છે.

(10:41 pm IST)