ગુજરાત
News of Thursday, 12th September 2019

ગાંધીધામની 14 વર્ષીય તનીષાબાએ ગુજરાત રાજ્યની શૂટિંગ ગેમ્સમાં મેળવ્યો બોન્ઝ મેડલ

હવે કોમનવેલ્થ ગેલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધારવા ઇચ્છુક

ગાંધીધામના ગળપાદર ગામની તનીષાબા ચૌહાણ નામની 14 વર્ષીય દીકરીએ તાજેતરમાં જ ગુજરાત રાજ્યની શૂટિંગ ગેમ્સમાં બોન્ઝ મેડલ જીત્યો હતો. હવે કોમનવેલ્થ ગેલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધારવા માટે આ દીકરીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં માતા-પિતાએ પણ દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે કરકસર કરીને પ્રેક્ટિસ માટે એર પીસ્તલ ગન ખરીદી આપી છે.

ગાંધીધામ તાલુકાના ગળપાદર જેવા નાના ગામથી ભારતને આગામી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ લઈ આવનાર મળી શકે એમ છે.માત્ર 14 વર્ષીય ક્ષત્રિય સમાજની દીકરીએ શૂટિંગ ગેમ્સમાં તાજેતરમાં ગુજરાત રાજ્યની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. દીકરીનું સ્વપ્ન હવે દેશ માટે ગોલ્ડ મેડલ મેળવવાનું છે. ખાસ તો શૂટિંગની આ ખર્ચાળ ગેમ્સ માટે પરિવારે પણ અનેક શોખોનો ત્યાગ કર્યો છે.

સરહદી કચ્છ જિલ્લામાં અનેક પ્રતિભાસાળી ટેલેન્ટ જોવા મળે છે.ત્યારે માત્ર 14 વર્ષીય ક્ષત્રિય સમાજની દીકરીએ રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાત રાજ્યની સ્પર્ધામાં તાજેતરમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હજી પણ આ ક્ષેત્રમાં આગળ વધીને તનીષાબા ગોલ્ડ મેડલ મેળવી પરિવાર સાથે દેશનું નામ રોશન કરવા માંગે છે.

(10:03 pm IST)