રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીના જાહેરનામા પહેલા અલ્પેશ ઠાકોરના 126 ગામના સરપંચો સમર્થનમાં આવ્યા
અલ્પેશ ઠાકોરે રાધપુર મત વિસ્તારમાં પુરજોશમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો
રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઠાકોર સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોર દ્વારા પ્રચાર શરુ કરાયો છે રાધનપુર વિધાનસભા મત વિસ્તારના 126 ગામના સરપંચો વિધાનસભાની ચૂંટણીના જાહેરનામા પહેલા જ અલ્પેશ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે
ગુજરાતની સાત વિધાનસભા બેઠકો પર ટૂંક સમયમાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા રાધનપુર વિધાનસભાના પૂર્વે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાધપુર મત વિસ્તારમાં પુરજોશમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. .
અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદ દરમિયાન રાધનપુર વિધાનસભા વિસ્તારમાં થયેલા જૂદા જૂદા વિકાસના કામો અને જૂદા જૂદા સમાજને કરેલી મદદના પરિણામે ચૂંટણીના જાહેર નામાં પહેલા જ રાધનપુર વિધાનસભાની 126 ગ્રામ પંચાયતના સરપંચો અલ્પેશ ઠાકોરના સમર્થનમાં આયા છે.