ગુજરાત
News of Thursday, 12th September 2019

AIS નિયમોના ફિચર્સથી સજ્જ પોલો-વેન્ટો મેદાન મારશે

નવી પોલો-વેન્ટોની ભારે ડિમાન્ડને લઇ સારી આશા : એક લાખ કિમી સુધી વ્હીકલ વોરંટી, ૪ વર્ષ સુધી રોડસાઇડ આસિન્ટન્ટ્સ-મફત સર્વિસની આકર્ષક ઓફર્સ

અમદાવાદ, તા.૧૨ : યુરોપની અગ્રણી કાર ઉત્પાદક ફોક્સવેગનની નવી પોલો અને વેન્ટો એઆઇએસ ૧૪૫ નિયમો હેઠળ ફરજિયાત ફીચર્સ સાથે સજ્જ હોઇ તે ગ્રાહકોમાં ભારે લોકપ્રિય અને વેલ્યુ દરખાસ્ત સમાન બની રહેશે. એઆઇએસ ૧૪૫ નિયમો હેઠળ નવી પોલો અને વેન્ટોમાં સ્પીચ એલાર્મ, રિયર પાર્કિંગ સેન્સર્સ, સિટ બેલ્ટ વોર્નિંગ અને ડ્યૂલ એરબેગ્સ સહિત ફરજિયાત અને સુરક્ષાત્મક ફિચર્સનો ખાસ સમાવેશ કરાયો છે. યુરોપની અગ્રણી કાર ઉત્પાદક ફોક્સવેગન દ્વારા તેની સ્પોર્ટીયર, ડાયનેમિક અને પાવર પેક્ડ નવી પોલો અને વેન્ટોના લોન્ચીંગ પ્રસંગે  ફોક્સવેગન પેસેન્જર્સ કારના ડિરેક્ટર શ્રી સ્ટીફન નેપે જણાવ્યું હતું. નવી પોલો અને વેન્ટોની ભારે ડિમાન્ડ અને ગ્રાહકોમાં તેની લોકપ્રિયતાને લઇ ખૂબ સારી આશા વ્યકત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વધુ શક્તિશાળી, બોલ્ડર અને આંખ ખેંચે તેવા દેખાવ સાથે નવી પોલો અને વેન્ટો હવે તદ્દન બ્રાન્ડ ન્યુ કલર સનસેટ રેડ અને નવી જીટી લાઇન એડિશન કે જે બ્લેક રુફ, જીટી લાઇન સાઇડ ફોઇલ અને ફેન્ડર બેજ, બ્લેક ઓઆરવીએમ કેપ અને પાછળના સ્પોઇલર્સમાં ઉપલબ્ધ રહેશે. બન્ને ઇયરલાઇન્સ, ફોર્મ, ફંકશન અને કનેક્ટીવિટીનું અજોડ મિશ્રણ ધરાવે છે. ઇયરલાઇન્સમાં નવી પોલો અને વેન્ટોના હાઇલાઇન પ્લસ અને જીટી ફોક્સવેગન કનેક્ટનો પણ એક ધોરણ તરીકે સમાવેશ થશે.

          સ્ટીફન નેપે વધુમાં ઉમેર્યું કે, નવી પોલોની રૂ. ૫.૮૨ અને નવી વેન્ટોની રૂ. ૮.૭૬ (એક્સ શોરૂમ)ની પ્રારંભિક કિંમતે ઓફર કરાયેલ આ કારલાઇન્સ દરેક ગ્રાહકના અનુભવ અને માલિકી માટે ભારતમાં ફોક્સવેગનના વિસ્તરિત નેટવર્કમાં ઉપલબ્ધ છે. નવી પોલો અને વેન્ટો હવે વધુ વાઇબ્રન્ટ, જોમવાળી અને સ્પોર્ટીયર દેખાય છે, જે તેના નવા સાઇડ સ્કર્ટ્સ, નવા સ્મોક્ડ ટેઇલ લેમ્પ. જીટી૧ પ્રેરીત હનીકોમ્બ ફ્રંટ ગ્રીલ અને બંપર્સને આભારી છે. વધુમાં ડીફ્યુઝર સાથે પાછળના ડંપર કારલાઇનની એકંદર અપીલને વધુ સુંદર બનાવે છે. અમે અમારી શ્રેષ્ઠ વેચાણ ધરાવતી કારલાઇન્સ પોલો અને વેન્ટોને નવા સ્પોર્ટીયર અને ડાયનેમિક અવતારમાં રજૂ કરતા અત્યંત ખુશી અનુભવીએ છીએ. નવી પોલો અને વેન્ટો હવે તેના સંભવિત ગ્રાહકો માટે ફોક્સવેગનના ભારતમાં ૧૦૨ શહેરોમાં આવેલા ૧૩૨ શોરૂમના વિસ્તરિત નેટવર્ક, ૧૧૩ સર્વિસ વર્કશોપ્સમાં ઉપલબ્ધ છે.

            આ કારલાઇન ફોક્સવેગનના નોંધપાત્ર ફન-ટુ-ડ્રાઇવ અનુભવને એમને એમ જ રાખે છે અને અનુક્રમે પ્રિમીયમ હેચબેક અને નોચબેક સેગમેન્ટમાં અગ્રણી હકદાર તરીકે પુનઃસ્થાપિત કરે છે. કંપની તા.૧ જાન્યુઆરી,૨૦૧૯થી દરેક ફોક્સવેગન કારલાઇન્સમાં ૪ વર્ષ/૧૦૦,૦૦૦ કિમી સુધીની સ્ટાન્ડર્ડ વ્હિકલ વોરંટી, ૪ વર્ષ ફ્રી રોડસાઇડ આસિસ્ટન્સ (આરએસએ) અને ત્રણ મફત સર્વિસ અમારા ગ્રાહકોને ઓફર કરશે. વધુમાં અમે મારા માસ માર્કેટ કારલાઇન્સના ડીઝલ વેરિયાન્ટ્સ પર ૫ વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી પૂરી પાડવાની પણ જાહેરાત કરીએ છીએ. જે ડીઝલ સેગમેન્ટમાં અમારા ગ્રાહકોને વેલ્યુ દરખાસ્ત પૂરી પાડે છે.

(9:22 pm IST)