ગુજરાત
News of Thursday, 12th September 2019

દક્ષિણ આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં ભરૂચના પગુથણના યુવાનનું કરૂણ મોત: ઘેર શોકની લાગણી

જનીનથી કોલોપોર્ન જતી વેળા મીની ટ્રક સાથે અથડાતા કાર સવાર અમીનભાઈનું મોત

દક્ષિણ આફ્રિકાના જનીન ટાઉનમાં સ્થાયી થયેલ ભરૂચના પગુથણ ગામના એક યુવાનનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતા ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

 આ અંગે મળતી વિગત મુજબ ભરૂચ જિલ્લાના પગુથણ ગામના રહેવાસી હાલ રહે. ભરૂચના મોહંમદ અમીન મુન્શી છેલ્લા ૨૫ વર્ષથી દક્ષિણ આફ્રિકાના જનીન ટાઉનમાં રોજગારી અર્થે સ્થાયી થયા હતા. તેઓ પોતાની શોપ ધરાવતા હતા. ગતરાત્રીના અમીનભાઇ પોતાની શોપ બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જનીનથી કોલોપોર્ન જતી વેળા માર્ગમાં મીની ટ્રક સાથે અકસ્માત સર્જાતા કારમાં સવાર અમીનભાઇને ગંભીર ઇજાઓ થતા તેઓનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું.

  અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ખુરદો બોલી જવા પામ્યો હતો. અકસ્માતની જાણ તેઓના વતન ભરૂચ-પગુથણ ખાતે થતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. અકસ્માતમાં મોતને ભેટેલા અમીનભાઇ પોતાની પાછળ પત્ની એક પુત્ર અને એક પુત્રીને વિલાપ કરતા છોડી ગયા છે.

(8:36 pm IST)