ગુજરાત
News of Thursday, 12th September 2019

ઓનલાઇન હાજરીના નિર્ણય બાદ ભાંડો ફૂટ્યો: વિદેશમાં રહેતા 39 શિક્ષકોને ડિસમિસ કરાયા

ઓનલાઇન હાજરીમાં કુલ 411 ગુલ્લીબાજ શિક્ષકો ઝડપાયા

અમદાવાદ : રાજ્યમાં ઓનલાઈન હાજરીના નિર્ણય બાદ શિક્ષણ વિભાગને ચોંકાવનારી વિગતો જાણવા સામે આવી છે. જે પ્રમાણે, કેટલાક શિક્ષકો એવા પણ છે જે ચાલુ નોકરીએ જ વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી તેઓ શાળામાં ગેરહાજર છે. જોકે શિક્ષણ વિભાગે આના પર કાર્યવાહી કરી છે.

    શિક્ષકોની ઓનલાઇન હાજરીના નિર્ણય બાદ આ ભાંડો ફૂટતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ચાલુ નોકરીએ વિદેશમાં સ્થાયી થયા શિક્ષકો સામે કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના વિદેશ ભાગી ગયેલા 39 શિક્ષકોને ડિસમીસ કરવામાં આવ્યા છે.

  વિદેશમાં સ્થાયી થયેલા શિક્ષકોમાં સૌથી વધુ આણંદના 7 શિક્ષકોનો સમાવેશ થાય છે. આ સિવાય અમદાવાદના 2, મહેસાણા 3, ખેડા 5, ભાવનગરના 3, પાટણના 5, કચ્છના 3 અને દાહોદના 2 શિક્ષકોનો સમાવેશ થાય છે.

   ઓનલાઇન હાજરીમાં કુલ 411 ગુલ્લીબાજ શિક્ષકો ઝડપાયા છે. જેમાંથી 136 વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી આ શિક્ષકો ગેરહાજર રહેતા હતા.

(8:32 pm IST)