ગુજરાત
News of Thursday, 12th September 2019

અમદાવાદ જીલ્લાના વિરમગામમાં ભાજપ યુવા મોર્ચા દ્વારા દિગ્વિજય દિવસની ઉજવણી કરાઇ

વિરમગામના ગોલવાડી દરવાજા પાસે સ્વામિ વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

 વિરમગામ : વિશ્વમાં સૌથી વધુ યુવાધન ભારતમાં છે ત્યારે સ્વામી વિવેકાનંદજીના વિચારો દેશભરનાં યુવાનો જીવનમાં ઉતારે તો ભારતને દરેક ક્ષેત્રે અગ્રેસર બનાવી શકાશે. સાથે જ રાષ્ટ્રભક્તિ અને નાત-જાતના ભેદભાવ ભૂલીને લોકો સમાજમાં સમરસતા ફેલાય તેવા કાર્યો કરે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાય તેવા ઉદેશ્ય સાથે વિરમગામ ખાતે દિગ્વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

   . વિરમગામ શહેર અને તાલુકા ભાજપ યુવા મોર્ચા દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાર્યકરો દ્વારા ગોલવાડી દરવાજા પાસે સ્વામી વિવેકાનંદજી પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, નરેશભાઇ શાહ, નવદિપભાઇ ડોડીયા, કિરીટસિંહ ગોહીલ, કાન્તિભાઇ પટેલ, દિલીપભાઇ ધાધલ, નિલેશભાઇ ચૌહાણ, હિતેશભાઇ મુનસરા, વિક્રમભાઇ ઠાકોર સહિતના કાર્યકરો જોડાયા હતા

   . અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વામી વિવેકાનંદજીએ ૧૧મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ ધર્મ સંમેલનમાં હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું  હતું તે દિવસને ‘દિગ્વિજય દિન’ તરીકે ઊજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજી સપ્તર્ષિઓના તેજપુંજ હતા. તેમણે વિશ્વભરના હૃદય જીતી લઇને હિંદુ ધર્મની શ્રેષ્ઠતા સ્વીકારી હતી. હિંદુ ધર્મની વાત કરી દરેક ભારતીયોની છુપાયેલી આંતરિક શક્તિઓને ઉજાગર કરાવી છે. તેઓ સતત સમાજને જાગૃત કરવામાં અને સમાજ સેવાનાં કાર્યમાં લાગી ગયા હતા. તેમણે સેવા નામનું ઔષધ આપણને આપ્યું છે.

(7:55 pm IST)