ગુજરાત
News of Thursday, 12th September 2019

મોડાસાના માલપુર પંથકમાં વરસાદના કારણે નદી-નાળા છલકાયા: ગોરીયા ગામની સીમમાં પસાર થતા ત્રણ બાઈક સવાર યુવકો ધસમસતા પાણીમાં તણાયા: ગ્રામલોકોએ ભારે જહેમત બાદ બચાવી લીધા

મોડાસા:જિલ્લાના માલપુર પંથકમાં વરસેલા 3 ઈંચ વરસાદને લઈ ૫ંથકના વાંઘા,નદી-નાળા છલકાઈ ગયા હતા. ત્યારે તાલુકાના ગોરીયા ગામની સીમમાંથી પસાર થતાં વાંઘાની ડીપ ઉપર ફરી વળેલા પાણીમાંથી પસાર થઈ રહેલા ત્રણ બાઈક સવાર યુવકોને ધસમસતા પાણીમાં ખેંચાઈ જતાં ગ્રામજનોએ બચાવી લેતાં હાશકારો વર્તાયો હતો. 

જિલ્લાના માલપુર તાલુકામાં છેલ્લા 48 કલાક દરમ્યાન વરસેલા ભારે વરસાદને લઈ વાત્રક નદીમાં ભારે પાણી વહેતા થયા હતા.જયારે પંથકના વાંઘા નદી-નાળામાં વરસાદને પગલે મોટી માત્રામાં વહેતા થયેલા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હતા.તાલુકાના ગોરીયા ગામની સીમમાંથી પસાર થતા એક વાંઘાની ડીપ ઉપર ભારે વરસાદને લઈ પાણી ફરી વળ્યા હતા.

(5:44 pm IST)