ગુજરાત
News of Thursday, 12th September 2019

અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડનો લાભ લઇ જાહેરમાં વેચારો દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો

અંબાજી:માં ભાદરવીના મેળા જતા પદયાત્રીઓ માટે સેવાભાવી સસ્થાઓ અને સંગઠનો દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પોમાં માઇભક્તોની સેવા ચાકરી કરવામાં આવી રહી છે. તો બીજી અંબાજી જતા માર્ગો પર કેટલાક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૃનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.જેમાં મંગળવારની રાત્રી દરમ્યાન દાતા નજીક અંબાજીના જાહેર માર્ગમાં કેટલાક તત્વો દ્વારા દેશી દારૃનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હોય અહીં પોઇન્ટ પર ફરજ બજાવતા દાંતીવાડા અને પાથાવાડાના લોકરક્ષક જવાનો એ ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે દારૃ મળવાના બનાવ ઉપર ઢાંક પીછોડો કરવામાં આવ્યો હતો. પદયાત્રીઓથી ધમધમતા દાંતાના અંબાજી હાઇવે પર ખુલ્લેઆમ વેચાતા દેશીદારૃના જથ્થાને ઝડપી પાડીને મુદ્દામાલ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવમાં ભીનું સંકેલવા માટે મુદ્દામાલ ને કબ્જે કરવાને બદલે આ દેશી દારૃનો નાશ કરવાનું જણાવી ને ચલતી પકડી હતી. જેને લઇ ફરજ પરના લોકરક્ષક દળના જવાનોએ જાતેજ દારૃની થેલીઓનો નાશ કર્યો હતો. જોકે દાંતા થી અંબાજી આવતા વાહનો પર પોલીસ દ્વારા કડકાઇ દાખવવામાં આવે છે.તો અંબાજીના માર્ગ પર જાહેરમાં વેંચતા દેશી દારૃ મામલે કેમ લાપરવાહી દાખવવામાં આવી અને બનાવ અંગે પોલીસ કેસ કે મુદ્દામાલ કેમ કબ્જે કરવામાં ના આવ્યો તેવા વેધક સવાલો ઉઠવા પામ્યા છે.

(5:43 pm IST)