ગુજરાત
News of Thursday, 12th September 2019

ગાંધીનગરમાં મેઘમહેર યથાવત: ઠેર ઠેર વરસાદ પડતા માર્ગો ધોવાઈ ગયા: લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી

ગાંધીનગર:સમગ્ર રાજયમાં મેઘમહેર યથાવત છે ત્યારે ગાંધીનગરમાં પણ ગઈકાલ સુધીમાં ચાર ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. આ વરસાદના કારણે ન્યુ ગાંધીનગરના માર્ગો ધોવાઈ ગયા હતા અને ઉબડખાબડ ડીસ્કોથેક જેવા બની ગયા છે. જે ગુડા તંત્રની પોલ ઉધાડી પાડી રહયા છે. જો કે વરસાદના વિરામ બાદ પણ માર્ગોનું હંગામી સમારકામ હાથ ધરાયું નથી. જેના પગલે માર્ગને જ બંધ કરીને વન-વે કરવા પડયા છે તો ઘણા વિસ્તારોમાં હજુ માર્ગો ઉપરથી પાણી ઉતર્યા પણ નથી. 

આ વખતે ચોમાસાની સીઝનનો સરેરાશ વરસાદ સો ટકાએ પહોંચવા છે ત્યારે ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારને તેની સીધી અસર માર્ગો ઉપર પડી છે. તંત્ર માર્ગો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતં  હોય છે પરંતુ થોડા જ વરસાદમાં સ્થિતિ વણસી જતી હોય છે. ન્યુ ગાંધીનગર વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ ઉભી થઈ છે. 

(5:43 pm IST)