ગુજરાત
News of Thursday, 12th September 2019

નવસારી, ભરૂચ, વલસાડ, તાપી અને સુરતમાંથી નવ ટ્રકચોરીનો ભેદ ઉકેલાયો : ચાર પકડાયા

રાજકોટ : નવસારી જીલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા તથા નાયબ પોલીસ અધીક્ષક એસ.જી. રાણા અને એલ.સી.બી.ના પી.આઇ. વી.એસ. પલાસની સુચનાથી એલ.સી.બી.ના પી.એસ.આઇ એમ.જી. જોશી, હેડ કોન્સ. જયેશભાઇ, કલ્યાણભાઇ, અરૂણસિંહ, સુનિલસિંહ, અજયભાઇ, શકિતસિંહ, વિપુલભાઇ, રોહીતભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. સુનિલસિંહ તથા જયેશભાઇને મળેલી બાતમીના આધારે ઇટાળવાવ ત્રણ રસ્તા પાસેથી એમ.એચ.૧૫જીએ-૨૯૪૨ નંબરની કારને રોકી કારમાંથી અબ્દુલકલામ મહંમદ ઇસ્માઇલ ચોૈધરી (ઉ.વ.૪૨) (રહે સુરત સગરા મયુરા મુળ યુ.પી.), ઇસ્તીયાર મહંમદ સફાત ખાન (ઉ.વ.૫૨)(રહે. તીરૂપતી સોસાયટી, કવાસગામ, તા. ચોર્યાસી, સુરત) અને દિવાકર ઉર્ફે છોટુ એકનાથ ચોૈહાણ (ઉ.વ.૨૧) (રહે. ચોર્યાસી, જી. સુરત, મુળ નવી દિલ્હી) અને શુભનેશકુમાર દિનેશકુમાર ભારતીય (ઉ.વ.૨૨) (રહે. મોરાગામ તપોવન સોસાયટી-૧૧, સુરત, મુળ યુ.પી.) ને પકડી લઇને પુછપરછ કરતા ચારેય શખ્સોએ ચીખલીમાંથી બે, નવાસારીમાંથી એક, અંકલેશ્વર જીઆઇડીસીમાંથી એક, વલસાડના ડુંગરીમાંથી એક, તાપીના સોનગઢમાંથી અને વ્યારામાંથી બે તથા સુરતના કામરેજ અને કોસંબામાંથી બે ટ્રકો ચોર્યાની કબુલાત આપતા ચારેયની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

(4:15 pm IST)