ગુજરાત
News of Thursday, 12th September 2019

ગુજરાતના પોસ્ટલ તંત્રે રાજ્યના ૧૪૯ ગામડાઓને સક્ષમ ગામો બનાવ્યાઃ કેન્દ્ર દ્વારા શ્રેષ્ઠ સર્કલ એવોર્ડ

રાજકોટ તા.૧૨: ગુજરાત પોસ્ટલ સર્કલને 'મેરા અભિમાન' સંદર્ભે ૬૪ ગામોને બદલે રાજ્યના ૧૪૯ ગામડાઓને સક્ષમ ગામોમાં ફેરવવા બદલ સર્કલ એવોર્ડની જાહેરાત થઇ છે.

આ સંદર્ભે ગુજરાત સર્કલના ચીફ પોસ્ટલ માસ્તર અશોકકુમાર પોંડાર અને ઈન્ડિયન પોસ્ટ પંજાબ બેંકના સર્કલ હેડ એલ. પ્રકાશને કેન્દ્રિય મંતર્ી રવિશંકર પ્રસાદે દિલ્હી ખાતે ઈન્ડિયન પોસ્ટ બેન્કની પ્રથમ વર્ષગાંઠના દિવસે અર્પણ કર્યો હતો.

પ્રોજેકટ મારૂ અભિયાન એ રાષ્ટ્રીય લેવલે ૫ જુલાઇથી ૧૦ ઓગષ્ટ દરમિયાન યોજાયુ હતુ. ગુજરાતને ૬૪ ગામોનો ટારગેટ અપાયો હતો. જે દરમિયાન ગામડાઓમાં તમામ ઘરો- વેપારીઓને બેંન્કીંગની આવશ્યકતા સંદર્ભે ઈન્ડિયન પોસ્ટ પંજબ બોર્ડમાં ખાતે મોકલવાનુ  અભિયાન હાથ ધરી નાણાકીય રોકાણનો વિશ્વાસ આપવો, અને કેશલેશ યોજનાને પ્રોત્સાહનનો હતો. પરંતુ ૬૪ના ટારગેટ ગામે ૧૪૪ ગામોમાં સફળતા હાંસલ કરી ટપાલીઓને ગામડાઓમાં ઘરે-ઘરે જઇને ડીજીટલ નાણાકીય સેવા માટે પ્રશિક્ષણ અપાયુ હતુ.

(10:23 pm IST)