ગુજરાત
News of Thursday, 12th September 2019

ગુજરાતમાં ૧૧૮.૧૧ ટકા વરસાદઃ તા.૨૬ સુધીમાં ચોમાસાની વિદાય

છેલ્લા ૩૦ વર્ષમાં ૯૫૧ મીમીથી વધુ વરસાદ થયાનું ૯મું વર્ષઃ રાહત કમિશનર કે.ડી.કાપડિયાઃ આજે સવારે ૧૪ તાલુકાઓમાં ૧ થી ર ઇંચ વરસાદઃ કુલ ૩૫ તાલુકાઓમાં મેઘરાજાની હાજરીઃ મેંદરડા-રાજુલામાં ઝાપટા

રાજકોટ તા.૧૨: ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે આજે સવાર સુધીમાં મોસમનો કુલ વરસાદ ૧૧૮.૧૧ ટકા થયો છે. તે ઇંચની ઇષ્ટએ ૪૦ ઇંચ જેટલો થાય છે ભૂતકાળમાં છેલ્લા ૩૦ વર્ષમાં સૌથી વધુ સરેરાશ ૫૦ ઇંચ વરસાદ ૨૦૦૬માં થયો હતો. સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૭ મીટરે પહોચી છે. છેલ્લા દોઢ મહિનાથી ધબધબાટી બોલાવ્યા બાદ હવે ચોમાસુ વિદાય તરફછે. આજે સવારમાં ચોર્યાસી (સુરત), રાણાવાવમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. મેદરડા-રાજુલામાં ઝાપટા છે. વરસાદ પડી ગયો છે. મેદરડા-રાજુલામાં ઝાપટા છે આજે સવારે ૧૪ તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પૂરાવી છે.

રાજયમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં ૧૧૮.૧૧ ટકા વરસાદ થયો છે. જેમાં ૨૫ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ તેમજ  રાજયના તમામ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૩૦ વર્ષમાં આ નવમું વર્ષ છે કે જેમાં ૯૫૧થી વધુ મી.મી. વરસાદ થયો છે. ગત વર્ષ-૨૦૧૮માં આ સમયે ગુજરાતમાં ૭૬.૭૩ ટકા વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં રાજયમાં ૮૪.૪૩ લાખ હેકટર વિસ્તારમાં ખરિફ વાવેતર થયું છે. સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૭ મીટર પર પહોંચી છે, તેમ ગઇકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનર અને સચિવ શ્રી કે. ડી. કાપડિયાએ જણાવ્યું હતું.

ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી શ્રી જયંત સરકારે જણાવ્યું હતું કે, એન્ટી સાયકલોનિક સકર્યુલેશનને પરિણામે આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ વરસાદ થશે. આગામી સંભવિત તા.૨૬ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. સમગ્ર દેશમાં ૧ જૂન થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ગુજરાતમાં ૨૦ ટકા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ રીજિયનમાં ૪૪ ટકા વધુ વરસાદ થયો છે. પશ્યિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક વધશે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ ૩ ટકા વધુ વરસાદ થયો છે.

નર્મદા ડેમની સપાટી વધતા નર્મદાનું વધારાનું પાણી  સાબરમતી, બનાસ, પુષ્પાવતી અને રૂપેણ  નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ, ઓલપાડ, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, લુણાવાડા, અને દાહોદમાં ૧-૧, ભરૂચ અને ગાંધીનગરમાં ૨-૨ તેમજ વાદ્યોડિયામાં ૪ ટીમ એમ કુલ એનડીઆરએફની૧૫ ટીમો તહેનાત કરવામાં આવી છે.(૧.૨)

કયા વર્ષમાં સરેરાશ કેટલો વરસાદ?

વર્ષ

મીમી   

ઇંચ

૧૯૯૪

૫૪૫

૨૨

૧૯૯૭

૯૬૬

૪૦

૨૦૦૩

૯૮૫

૪૧

૨૦૦૫

૧૦૪૨

૪૩

૨૦૦૬

૧૨૨૩

૫૦

૨૦૦૭

૧૧૨૯

૪૭

૨૦૧૦

૧૦૪૪

૪૩

૨૦૧૩

૧૧૭૫

૪૮

૨૦૧૯

૦૯૬૩

૪૦

(11:44 am IST)