ગુજરાત
News of Thursday, 12th September 2019

સાણંદના ઝોલાપુરની શિક્ષિકાઓ ગામના લુખ્ખાઓથી ત્રાહિમામ: આચાર્યના ઈશારે હેરાનગતિ અને છેડતી કરતા હોવાનો આક્ષેપ

અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થયાનો વસવસો : શિક્ષણ સમિતિના ચેરમેન કચેરીએ શિક્ષિકાઓએ પોક મૂકી

 

અમદાવાદ : સાણંદના ઝોલાપુરની પ્રાથમિક શાળાની શિક્ષિકાઓ ગામના લુખ્ખા તત્વોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે  શિક્ષિકાઓને ગામના કેટલાક લુખ્ખા તત્વો  આચાર્ય રાકેશના ઇશારે હેરાન કરતા હોવાનું અને છેડતી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે

  શિક્ષિકાનું એક પ્રતિનિધી મંડળ શિક્ષણ સમિતિના ચેરમેન પાસે રજૂઆત કરવા પહોંચ્યું હતું. શિક્ષણ સમિતિના ચેરમેન કિરીટસિંહ ડાભી સમક્ષ પોતાની વ્યથા ઠાલવતાં શિક્ષિકાઓ રડી પડી હતી. કેટલીક શિક્ષિકાઓ પોક મૂકીને પોતાની વેદના ઠાલવી હતી. શિક્ષિકાઓએ મુદ્દે અવારનવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી શાળાના આચાર્ય કે ગામના કેટલાક માથાભારે લોકો સામે કોઈ કાર્યવાહી થઈ નથી. ઘટનાથી વ્યથિત શિક્ષિકાઓ શિક્ષણકાર્યનો બહિષ્ટાકર કરી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચી હતી.

શાળાના પૂર્વ આચાર્ય રાકેશ શિક્ષિકાઓને હેરાન કરતા હોવાની રાવના પગલે વર્ષ 2016માં તેની બદલી કરી દેવામાં આવી હતી. જોકે, ત્યારબાદ રાકેશના ઇશારે ઝોલાપુરના કેટલાક લોકોએ શિક્ષિકાઓને પરેશાન કરવાની શરૂઆત કરી હતી. મુદ્દે વાત કરતા શિક્ષિકા માલતીબેને જણાવ્યું, “ આચાર્ય રાકેશભાઈ ગામના લોકોને ઉશકેરીને અમારી ઉપર હુમલો કરાવે છે અને માનસિક હેરાનગતિ કરવામાં આવે છે. શિક્ષિકાઓ ઉપર ગામના અમુક લોકો આવીને સામુહિક હુમલો કર્યો હતો અને ગામના માથાભારે માણસ સામજીભાઈએ લાત મારીને પાડી દીધી હતી તેમજ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યુ હતુ. મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.

(11:13 pm IST)